220 પુરૂષોને ડેટ કર્યા બાદ હવે આ મોડલ કુતરા સાથે લગ્ન કરશે અને હનીમૂન પર જશે

0
88

મોડલ રહી ચુકેલી એક મહિલાએ 220 પુરૂષો સાથે ડેટ કર્યા બાદ પણ તેનો અનુભવ ખરાબ રહ્યો છે. જેથી તે હવે પોતાના જ કુતરા સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. તે હવે આ લગ્ન માટે ચર્ચના પાદરીને મનાવવાનો પ્રયાસ કરી રહી છે.

એલિઝાબેથ નામની એક મોડલ હવે પોતાના જ કુતરા ગોલ્ડેન રિટ્રીવર સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ અગાઉ તે 220 જેટલા પુરૂષોને ડેટ કરી ચુકી છે. જે બધા જ સાથે તેનો આ અનુંભવ સારો રહ્યો નહોતો. લગ્ન વખતે મહિલા વેડિંગ રિંગ પણ પહેરશે જ્યારે તેનો કુતરો લોગન રિસ્ટબેંડ.

આ લગ્નમાં માત્ર 20 જ લોકોને આમંત્રણ આપવામાં આવશે. લગ્ન બાદ એલિઝાબેથ ડૉગ ફ્રેંદલી હોટલમાં હનીમૂન માટે પણ જશે. બ્રિટનના બર્ક્સની રહેવાસી એલિઝાબેથની આ અગાઉ બે વાર સગાઈ થઈ ચુકી છે. પરંતુ તે લગ્નમાં પરિણમી શકી નહોતી.

એલિઝાબેથનું કહેવું છે કે, તે હવે પુરૂષોથી કંટાળી ગઈ છે. તેણે કહ્યું હતું કે, હું છેલ્લા 8 વર્ષોમાં 6 ડેટિંગ સાઈટ મારફતે 220 પુરૂષો સાથે ડેટ પર જઈ ચુકી છે. પરંતુ તે બિલકુલ સારી ના રહી. ત્યાર બાદ મેં વિચાર્યું કે હવે મારા કુતરા લોગન સાથે લગ્ન કરવા જ યોગ્ય રહેશે. તે મારાથી ક્યારેય દૂર નથી જતો અને અમે એકબીજાને પ્રેમ કરીયે છીએ.

લોકો વિચારતા હશે કે હું ગાંડી થઈ ગઈ છું, પરંતુ એવુ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here