Thursday, October 28, 2021
Homeખેડા : 15 ડિસેમ્બર બાદ નડિયાદથી ખેડા જતા લોકોની મુશ્કેલી વધશે, હાઇવે...
Array

ખેડા : 15 ડિસેમ્બર બાદ નડિયાદથી ખેડા જતા લોકોની મુશ્કેલી વધશે, હાઇવે પર ફરજિયાત ટોલ ભરવો પડશે

ખેડા: નેસનલ હાઇવે દ્વારા આગામી તારીખ 15 ડિસેમ્બરથી ફાસ્ટટેગ શરૂ થતા ખેડા ટોલ પ્લાઝામાંથી પસાર થતા સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ફાસ્ટટેગ શરૂ થયા બાદ આસપાસમાં રહેલા ગ્રામજનો માટે અવરજવાર મોંધી બનશે. હાલમાં કંપની દ્વારા 10 કિમીના સુધી લોકલ આઇડી દ્વારા ટોલમાંથી રાહત આપવામાં આવી છે. જોકે ફાસ્ટટેગ શરૂ થયા બાદ ફરજિયાત ટોલ ભરવાનો રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ખેડા ટોલ પ્લાઝા પર સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી. જેના ભાગરૂપે ટોલની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જવા આવવા માટે પણ સ્થાનિકોને નક્કી કરેલો ટોલ ચૂકવવો પડશે. તેમજ જે લોકો પાસે ફાસ્ટટેગ નહી હોય તેઓને માટે હાઇવે ઓથોરીટી ટોલ પ્લાઝા પર છેલ્લી લાઇન ખુલ્લી રાખશે જ્યાંથી વાહન ચાલક ટોલ ભરી ફાસ્ટટેગ વગર પોતાનું વાહનો પસાર કરી શકશે. ફાસ્ટટેગ શરૂ થયા બાદ સૌથી વધારે મુશ્કેલી નિયમિત મુસાફરી ન કરનારા વાહનચાલકોને પડશે. તેઓએ લાંબી લાઇનમાં ઉભા રહીને કેસમાં ટોલ ભરવાનો રહેશે. ઉલ્લેખનીય છેકે, 15 ડિસેમ્બર બાદ નડિયાદથી ખેડા જનાર કે પછી સંધાણાથી ખેડા જતા વાહનચાલક માટે ટોલ ભરવો ફરજિયાત થઇ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments