બૉલીવુડ ડ્રગ્સ કનેક્શન : દીપિકા બાદ હવે દિયા મિર્ઝાનું નામ આવ્યું સામે, NCB મોકલશે સમન્સ

0
7

સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, નમ્રતા શિરોદકર અને દીપિકા પાદુકોણ પછી બોલિવૂડની બીજી મોટી અભિનેત્રી દિયા મિર્ઝા NCBના રડાર પર આવી છે. NCBના સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ડ્રગ્સના પેડલર્સ અનુજ કેશવાણી અને અંકુશની પૂછપરછ બાદ અભિનેત્રીનું નામ બહાર આવ્યું છે. આ ફિલ્મ અભિનેત્રીના મેનેજર આ અભિનેત્રીને ડ્રગ્સનો માલ મોકલતા હતા.

સુશાંત સિહં રાજપુત મોત મામલા સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે અને રોજ નવા ફિલ્મી સ્ટારના નામ સામે આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપુતની ટેલેન્ટ મેનેજર જયા શાહની એક કથિત ચેટમાં D અને K નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. NCB સુત્રોના જણાવ્યા પ્રમાણે, Dનો મતલબ છે દીપિકા પાદુકોણ અને Kનો મતલબ છે કરિશ્મા (જયાની એસોસિએટ).

સુશાંતના મોત મામલા સાથે જોડાયેલા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ફિલ્મ સ્ટાર્સના નામ સામે આવી રહ્યાં છે. હવે અભિનેત્રી દિયા મિર્જાનુ નામ આ કેસ સાથે જોડાઇ ગયુ છે. ડ્રગ્સ પેડલર અનુજ કેશવાનીએ દિયા મિર્જાનુ નામ લીધુ છે.

સુત્રો અનુસાર, કેશવાનીએ જણાવ્યુ કે દિયા મિર્જાની મેનેજર ડ્રગ્સ ખરીદતી હતી, આના સબૂતો પણ આપ્યા છે. હવે આ મામલે એનસીબી જલ્દી દિયા મિર્જાને પુછપરછ માટે સમન્સ મોકલી શકે છે.

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન સહિતના ટૉપના સ્ટાર્સના નામ આવ્યા છે. નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ બૉલીવુડ સાથે જોડાયેલા લોકોના ડ્રગ્સના કથિત સેવન મામલે તપાસનો સિલસિલામાં તપાસ આગળ ધપાવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here