ગૌહર ખાનના લગ્ન પછી તેની માતા ભાવુક થઈ : એક્ટ્રેસના સસરા ઈસ્માઈલ દરબારને કહ્યું….

0
5

એક્ટ્રેસ અને મોડલ ગૌહર ખાને સંગીતકાર ઇસ્માઇલ દરબારના દીકરા જૈદ દરબારની સાથે લગ્ન કર્યા છે. શુક્રવારે તેમની નિકાહ સેરેમની મુંબઈની ITC મરાઠા લક્ઝરી હોટલમાં થઈ હતી. લગ્ન બાદ ઈસ્માઈલ દરબારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “ગૌહરની માતાએ ઈમોશનલ થઈને મને કહ્યું કે દીકરીનું ધ્યાન રાખજો. જવાબમાં મેં તેમને કહ્યું,” તમારી દીકરી એટલી સક્ષમ છે કે તે મારા આખા પરિવારનું ધ્યાન રાખશે.”

લગ્નના ઈમોશન્સને નાટક સમજતા હતા દરબાર

ઈસ્માઈલ દરબારના અનુસાર, તેઓ લગ્નમાં જોવા મળતા ઈમોશન્સને માત્ર નાટક સમજતા હતા. પરંતુ જ્યારે તેમણે દુલ્હા બનેલા પોતાના દીકરા જૈદને ગળે લગાડ્યો તો રડી પડ્યા. ઈ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં દરબારે કહ્યું, જ્યારે લોકો રડતા હતા તો મને હંમેશા તે નાટક હોય તેવું લાગતું હતું. પરંતુ આજે મને હકીકત સમજાઈ ગઈ. મને શું થયું તે નથી ખબર, પરંતુ જ્યારે મારા દીકરાને લગ્ન બાદ ગળે લગાડ્યો તો મારી આંખોમાંથી આંસુ આવી ગયા. આ વાતચીત માં ઈસ્માઈલે પોતાની પહેલી પત્ની આયેશા અને બીજી પત્ની ફરઝાના (જૈદની માતા)ની મુલાકાત પણ યાદ કરી. આયેશા આગળ આવી અને તેણે ફરઝાનાને ગળે લગાડી. આ પણ એક ઈમોશનલ ક્ષણ હતી.

25 ડિસેમ્બરે ગૌહર-જૈદના લગ્ન થયા

25 ડિસેમ્બરે ગૌહર અને જૈદના લગ્ન થયા અને ત્યારબાદ રિસેપ્શન પણ હોસ્ટ કરવામાં આવ્યું. ગૌહર અને જૈદે પોતાના વેડિંગ માટે પાકિસ્તાનના ફેશન પ્લેટફોર્મ લામનો વ્હાઈટ વેડિંગ લુક કેરી કર્યો. જેને સાયરા શકીરાએ ડિઝાઈન કર્યો છે.

કપલનો મેકઅપ દેવકી અને કૃતિકાએ કર્યો છે. જ્યારે હેર-ડૂ રિતિકાએ કર્યો હતો. ગૌહરના વેડિંગ ટ્રૂજો ડિફરન્ટ ડિઝાઈનર્સના હતા. તેમજ મહેંદી માટે તેના ભાઈએ આપેલો 4 વર્ષ જૂનો ડ્રેસ પહેર્યો હતો. જૈદે આ વર્ષે જુલાઈમાં એક ગીત ગાઈને ગૌહરને પ્રપોઝ કરી હતી. લોકડાઉન દરમિયાન બંનેનો પ્રેમ પરવાને ચઢ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here