Home ઑટોમોબાઈલ હોન્ડા બાદ હવે બજાજ Sub-400cc કેટેગરીમાં નવી ક્રૂઝર મોટરસાયકલ લાવશે, રિપોર્ટ્સનો દાવો- ન્યૂરોન નામથી લોન્ચ થઈ શકે છે

હોન્ડા બાદ હવે બજાજ Sub-400cc કેટેગરીમાં નવી ક્રૂઝર મોટરસાયકલ લાવશે, રિપોર્ટ્સનો દાવો- ન્યૂરોન નામથી લોન્ચ થઈ શકે છે

0

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ તાજેતરમાં હાઈનેસ CB 350ની સાથે Sub-400cc મોડર્ન-ક્લાસિક મોટરસાયકલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો, જેને દેશમાં 1.90 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં તેની સીધી ટક્કર રોયલ એનફિલ્ડ 350 સાથે થશે. અત્યાર સુધી 400cc કેટેગરીમાં એનફિલ્ડનો દબદબો હતો પરંતુ હવે કંપનીની મુશ્કેલી વધવાની છે કેમ કે, આ સેગમેન્ટમાં બજાજ ઓટો પણ એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.

ન્યૂરોન નામથી લોન્ચ થઈ શકે છે બજાજની નવી ક્રૂઝર બાઈક

  • રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, બજાજે ‘ન્યૂરોન’ નામને ટ્રેટમાર્ક કરવા માટે એક એપ્લિકેશન ફાઈલ કરી છે, જે એક માસ-માર્કેટ ક્રૂઝર મોટરસાયકલ હોવાની અપેક્ષા છે જે રોયલ એનફિલ્ડ ક્લાસિક 350, જાવા, બેનેલી ઈમ્પીરિયલ 400ની સાથે તાજેતરમાં લોન્ચ થયેલી હોન્ડા હાઈનેસ CB 350ને ટક્કર આપશે.
  • નોંધનીય બાબત એ છે કે, બજાજની એવેન્જર સિરીઝ લાઈન-અપની પાસે પહેલાથી એક માસ-માર્કેટ છે. સબ-400cc મોટકસાયકલ એવેન્જરથી આઈડિયા લઈ શકે છે, કેમ કે, કંપનીની લાઈન-અપમાં સૌથી જૂની અને સૌથી વધુ પસંદ કરાયેલ નામોમાંથી એક છે.

અત્યારે કંપનીએ કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી કર્યું
જો કે, બજાજની તરફથી સત્તાવાર રીતે કોઈ માહિતી સામે નથી આવી અને ન્યૂરોન વાસ્તવમાં સંપૂર્ણ રીતે એક અલગ મોટરસાયકલ હોઈ શકે છે. જો તે સબ-400cc ક્રૂઝર છે, તો ડોમિનોર 400ના 373.3cc સિંગલ-સિલેન્ડર એન્જિનનો ઉપયોગ પણ કરી શકે છે. જો કે, ક્રૂઝર મોટરસાયકલમાં આ એન્જિનને ફિટ કરવું એક પડકાર હોઈ શકે છે.

ન્યૂરોનમાં યુનિક ડિઝાઈન એલિમેન્ટ મળી શકે છે

  • એવેન્જર સિરીઝમાં વર્તમાનમાં બે મોટરસાયકલ સ્ટ્રીટ 160 અને ક્રૂઝ 220 સામેલ છે. સ્ટ્રીટ 160ની શરૂઆતી કિંમત 99,597 રૂપિયા છે, જ્યારે ક્રૂઝ 220ની કિંમત 1.21 લાખ રૂપિયા (બંને કિંમતો, એક્સ-શોરૂમ દિલ્હી) છે. સ્ટ્રીટ 160ના નામથી જ ખબર પડે છે કે, તેમાં 160CC એન્જિન મળે છે જે 15ps અને 13.7nmનું એન્જિન આઉટપુટ જનરેટ કરે છે, જ્યારે ક્રૂઝ 220માં 220cc સિંગલ-સિલેન્ડર, ઓયલ-કૂલ્ડ એન્જિન 19.03ps અને 17.55nmનું એન્જિન આઉટપુટ જનરેટ કરે છે.
  • સ્ટ્રીટ 160માં એક મોડર્ન સ્ટ્રીટ ડિઝાઈન છે, જ્યારે ક્રૂઝ 220માં મોડર્ન એલિમેન્ટની સાથે એક પ્રીમિયમ મોટરસાયકલ છે. જો કે, એક પ્રીમિયમ મોટરસાયકલ હોવાથી ન્યૂરોનની પાસે આ બંનેથી અલગ દેખાવા માટે કેટલાક યુનિક ડિઝાઈન એલિમેન્ટ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App