ઈરાન-અમેરિકા બાદ હવે આ બંને દેશો વચ્ચે વધ્યો તણાવ, ખડક્યા જંગી યુદ્ધ જહાજ-વિમાનો

0
12

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ તેની ચરમસીમાએ છે જેને લઈને દુનિયા ભયના ઓથાર નીચે છે ત્યાં ચીન અને ઈન્ડોનેશિયા વચ્ચે તણાવ ઉભો થયો છે. ઈન્ડોનેશિયાએ તો નતૂના દ્વીપ સમુહ પર પોતાના અનેક જંગી જહાંજો અને યુદ્ધ વિમાનો તૈનાત કરી દીધા છે.

દક્ષિણ ચીન સાહરના એક દ્વિપ પર પોતાનો અધિકાર દર્શાવવા માટે ઈન્ડોનેશિયાએ અહીં અનેક યુદ્ધ જહાજો અને યુદ્ધ વિમાનો તૈનાત કરી દીધા છે. એટલુ જ નહીં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો પણ ત્યાં પહોંચી ગયા છે.

રાષ્ટ્રપતિ વિડોડો પહોંચે તે પહેલા જ ઈન્ડોનેશિયાની સેનાએ પોતાની તૈનાતી સ્પષ્ટ કરી દીધી હતી. અહીં વિડોડોએ કહ્યું હતું કે, આ દ્વિપ પર માત્ર ઈન્ડોનેશિયાનો જ અધિકાર છે. જ્યારે આ ક્ષેત્રમાં ચીનનો ઈન્ડોનેશિયાની સાથો સાથ વિયેતનામ,, ફિલિપાઈન્સ અને મલેશિયા સાથે પણ વિવાદ ચાલી રહ્યો છે.

થોડા સમય પહેલા જ આ વિવાદાસ્પદ વિસ્તારમાંથી ચીનના અનેક જહાજો પસાર થયા હતાં જેને લઈને વિવાદ ઉભો થયો હતો. ત્યાર બાદ ઈન્ડોનેશિયાએ ચીની રાજદૂતને સમસ પાઠવીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. તો બીજીએ બાજુ ચીને આખા દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાનો અધિકાર દર્શાવ્યો છે. આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય વ્યાપારનો મુખ્ય માર્ગ ઉપરાંત માછલીઓ અને ક્રુડ ઓઈલ અને કુદરતી ગેસનો વિપુલ ભંડાર છે.

ચાર વર્ષ પહેલા શરૂ થઈ હતી બંને વચ્ચે બબાલ

આ વિસ્તારને લઈને ચાર વર્ષ પહેલા ચીન દ્વારા સમુદ્રમાં ખોદકામ કરવા માટેના જહાજો, મોટી સંખ્યામા6 ઈંટ, રેત અને કોન્ક્રિટ લઈને દક્ષિણ ચીન સમુદ્રમાં પહોંચ્યા હતાં. આ જહાજોએ અહીં એક નાની સમુદ્ર પટ્ટીની આસપાસ મોટા પ્રમાણમાં બાંધકામ કરવાનું શરૂ કરી દીધું હતું. ચીને અહીં એક પોર્ટ બનાવી લીધું ત્યાર બાદ એક હવાઈ પટ્ટી પણ બનાવી દીધી.

ધીમે ધીમે સૈન્ય ખડકી દીધું

જોત જોતામાં તો ચીને દક્ષિણ ચીન સમુદ્રમાં એક આર્ટિફિશિયલ દ્વિટ તૈયાર કરીને અહીં તેના પર મિલિટરી બેઝ બનાવી લીધો. અહીં ચીને ધીમે ધીમે ઘુષણખોરી કરી નાના નાના દ્વિપો પર સૈન્ય મથકો સ્થાપી દેતા ઉગ્ર વિવાદ સામે આવ્યો હતો.