બિગ બોસ 14 અપડેટ : ખેસારી લાલ યાદવ અને નિરહુઆ પછી હવે ભોજપુરી સ્ટાર આમ્રપાલી દુબેને શો ઓફર થયો, સલમાન ખાન સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી

0
40

બિગ બોસની અત્યાર સુધીની હિસ્ટ્રીમાં ઘણા ભોજપુરી સ્ટાર્સ તેની માઈન્ડ ગેમથી શોને રસપ્રદ બનાવી ચૂક્યા છે. રવિ કિશન નિરહુઆ (દિનેશ લાલ યાદવ), મનોજ તિવારી, સંભાવના શેઠ, મોનાલીસા, દિપક ઠાકુર અને લાસ્ટ સીઝનમાં આવેલા ખેસારી લાલ યાદવ સહિત ઘણા ભોજપુરી સ્ટાર્સ પછી એક મોટું નામ પણ શો સાથે જોડાવાનું છે. તે ખુદને સલમાન ખાનની સૌથી મોટી ફેન ગણાવનારી આમ્રપાલી દુબે છે. ભોજપુરી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસને મેકર્સે અપ્રોચ કરી છે. કારણકે એક્ટ્રેસ સલમાન ખાનની મોટી ફેન છે આવામાં તેની એન્ટ્રી ફાઇનલ ગણવામાં આવી રહી છે.

https://www.instagram.com/p/CEYaifgnOvK/?utm_source=ig_embed

હાલમાં જ આવેલી સ્પોટબોયની ખબર અનુસાર બિગ બોસ 14ના મેકર્સ તરફથી આમ્રપાલી દુબેને શોમાં આવવા માટે અપ્રોચ કરવામાં આવી છે. આમ્રપાલી દુબેની યુપી બિહારમાં જબરદસ્ત ફેન ફોલોઇંગ છે જેનાથી ચેનલ અને શોને ઘણો ફાયદો મળી શકે છે. જોકે, હજુ તેણે શોમાં આવવા માટે હા નથી કહી કે નથી કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કર્યું. આમ્રપાલીએ એક ઇન્ટરવ્યૂ દરમ્યાન જણાવ્યું હતું કે તે સલમાનની એટલી મોટી ફેન છે કે તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તેણે ખુદને સલમાનની સૌથી મોટી ફેન ગણાવી છે. આવામાં એક્ટ્રેસ સરળતાથી શોનો હિસ્સો બની શકે છે.

હિન્દી ટીવી શોથી આમ્રપાલીએ કરિયરની શરૂઆત કરી આમ્રપાલીએ તેના એક્ટિંગ કરિયરની શરૂઆત હિન્દી ડેલી સોપ રહના હૈ તેરી પલકો કી છાંવ મેં થી કરી હતી. આ સિવાય એક્ટ્રેસ માયકા અને સાથ ફેરે જેવા શોમાં દેખાઈ ચૂકી છે. ટીવી કરિયર દરમ્યાન તેને સતત ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી ઓફર આવી રહી હતી ત્યારબાદ તેણે ભોજપુરી ફિલ્મો, મ્યુઝિક આલ્બમ મારફતે 2014માં તેના કરિયરની નવી ઇનિંગ શરૂ કરી.

https://www.instagram.com/p/CD0TOUFnDv0/?utm_source=ig_embed

આ વર્ષે શોમાં અમુક કોમન મેનને પણ એન્ટ્રી આપવાની છે જેનું સિલેક્શન ડિજિટલ ઓડિશન મારફતે થશે. 3 કોમનર્સ અને 13 સેલિબ્રિટી શોમાં ભાગ લેશે જેના માટે ઘણા ટીવી સેલેબ્સના નામ અગાઉથી સામે આવી ગયા છે. નૈના સિંહ, નિયા શર્મા, પવિત્રા પુનિયા, આકાંક્ષા પુરી, આમિર અલી અને શિવિન નારંગના નામને કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે. આ સિવાય અનુ મલિક, રાધે મા, સાક્ષી ચોપરા જેવા ઘણા સેલેબ્સ સાથે હાલ મેકર્સની વાતચીત ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here