અમદાવાદ : પ્રેમિકાની હત્યા બાદ લાશ બેગમાં ભરી ઘરમાં મુકીને પ્રેમી ભાગી ગયો, પોલીસે ધરપકડ કરી

0
5

અમદાવાદ : નરોડાના દેવનંદન સંકલ્પ સિટીમાં પ્રેમિકાની ગળુ દબાવી હત્યા કરનારો શખ્સ ઝડપાઈ ગયો છે. નરોડા પોલીસે આરોપીની રાજસ્થાનમાંથી ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ફેસબુકના માધ્યમથી પ્રેમ થતાં રાજસ્થાનના યુવક અને યુવતી ભાગીને અમદાવાદના નવા નરોડા ખાતે રહેવા આવી ગયા હતા, જો કે પ્રેમિકા અવારનવાર શંકા કરતી હોવાથી ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી ને લાશ બેગમા મૂકીને ઘર બંધ કરીને ઉદયપુર નાસી ગયો હતો, જો કે પ્રેમીને પોતાની ભૂલ સમજાતા તેણે ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પ્રેમિકાની હત્યા કર્યા હોવાની વાત કરતા નરોડા પોલીસ ઉદયપુર જઈને પ્રેમીને પકડી ગુનો નોંધ્યો હતો.

માતાના ચારિત્ર્ય અંગે બિભત્સ વાતો કરતા પ્રેમીને ગુસ્સો આવ્યો અને ગળું દબાવી દીધું

રાજસ્થાનના મૂળ વતની  અને હાલ નવા નરોડાના દેવનંદન  સંકલ્પ સિટી ખાતે રહેતા અનુરાગસિંગ ભદોરિયા(ઉ.વ.19)ને થોડા સમય પહેલા સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમ દ્વારા રાજસ્થાન રહેતી કિરણ નામની યુવતી સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. જો કે બન્નેના પરિવારના આ સંબંધથી નારાજ હોવાના કારણે અનુરાગસિંગ અને કિરણ લગ્ન કરવાનું નક્કી કરીને રાજસ્થાનથી ભાગીને નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેવા આવી ગયા હતા. બીજી બાજુ  બન્ને પરિવારને આ વાતની જાણ પણ ન હતી. થોડા સમય સાથે રહ્યા બાદ અનુરાગસિંગે તેની માતાને મળવા જવાની વાત કરી ત્યારે કિરણે માતાને મળવાની ના પાડી અને માતાના ચારિત્ર્ય વિશે બિભત્સ વાતો કરવા લાગી હતી. જેથી અનુરાગસિંગે ગળું દબાવી કિરણની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેની લાશને કપડા ભરવાની ભેગમાં ભરીને બેગ ઘરમાં મૂકી ઘર બંધ કરીને રાજસ્થાન ઉદયપુર ખાતે ચાલ્યો ગયો હતો. જો કે ત્યાં ગયા બાદ તેને પોતાની ભૂલનો અહેસાસ થતાં ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે સમગ્ર ઘટના જણાવી જેથી ઉદયપુર પોલીસે નરોડા પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.

યુવતીના છૂટાછેડા  થઈ ગયાં હતાં

આરોપી પકડ્યા બાદ પોલીસે તેની પૂછપરછ હાથધરી ત્યારે જાણવા માળ્યું હતું કે, કિરણના અગાઉ લગ્ન થઈ ગયાં હતાં, જો કે તેના પતિ સાથે તેને મનમેળ ન થતાં તેમના છૂટાછેડા  થઈ ગયા હતા,ત્યાર બાદ ફેસબુકના માધ્યમથી બન્ને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્ને લગ્ન કરવા માગતા હતા, જો કે બન્નેના પરિવાર આ સંબંધથી નારાજ હોવાથી ભાગીને નવા નરોડા ખાતે આવી ગયા હતા. પરંતુ કિરણના શંકાશીલ સ્વભાવના કારણે ઝઘડો થતાં તેની હત્યા કરીને લાશને બેગમાં ભરી બેગ ઘરમાં મૂકી ઘરને  લૉક કરીને ઉદયપુર આવી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here