મહિલાને રોડ પર પછાડી સ્નેચર ગળામાંથી ચેઇન ઝૂંટવી થયા ફરાર
CCTVમાં ચેઇન-સ્નેચિંગની ઘટના કેદ
પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ
સુરતમાં દિનપ્રતિદિન મહિલાઓના ગળામાંથી ચેઇન-સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે. ચેઇન-સ્નેચરોનો આતંક વધી રહ્યો છે. ત્યારે રાંદેરના તારવાડી વિસ્તારમાં 58 વર્ષીય વૃદ્ધ મહિલાને તો ચેઇન-સ્નેચરોએ માર મારી રોડ પર પછાડીને ગળામાંથી 45,000ની ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. મહિલા સાથે બનેલી આ ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.રાંદેર પોલીસ દ્વારા સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. મળી આવતી માહિતી મુજબ રાંદેર તાડવાડી પાસે રહેતાં 58 વર્ષીય નીતાબહેન મકવાણા તાડવાડી સંગના સોસાયટીમાંથી પસાર થઇ રહ્યાં હતાં. તે દરમિયાનન ત્યાંથી બાઈકસવાર બે ઈસમ મોઢે માસ્ક પહેરીને આવો વૃદ્ધાના ગળામાં પહેરેલી 45 હજારની સોનાની ચેઇન શખસ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ લોકો ભેગા થઈ જતાં ઘટના અંગે રાંદેર પોલીસને જાણ કરી હતી. જેને લઇ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.