નેહા કક્કર બાદ હવે આદિત્ય નારાયણ વર્ષના અંત સુધીમાં ડેબ્યુ ફિલ્મની એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરશે

0
0

સિંગર નેહા કક્કર બાદ હવે ઉદિત નારાયણના દીકરા અને સિંગર આદિત્ય નારાયણે તેનાં લગ્નની જાહેરાત કરી છે. આદિત્ય નારાયણ એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરશે. બંને પહેલીવાર 2010માં તેમની ડેબ્યુ ફિલ્મ ‘શાપિત’ના સેટ પર મળ્યા હતા. આદિત્યે કહ્યું કે 10 વર્ષ બાદ હવે હું લગ્ન કરવા માટે તૈયાર છું, જોકે હવે તો અમારા વચ્ચે લગ્ન એક ફોર્માલિટી જ છે.

10 વર્ષથી રિલેશનશિપમાં
આદિત્ય અને શ્વેતા છેલ્લા 10 વર્ષથી એકબીજા ઓળખે છે. આદિત્યે કહ્યું કે, ‘ત્યારે અમે ઘણા યંગ હતા અને શ્વેતા જસ્ટ ફ્રેન્ડ્સ રહેવા માગતી હતી. બંનેને કરિયર પર ફોકસ કરવાનું હતું. મેં ક્યારેય મારી રિલેશનશિપને સિક્રેટ રાખી ન હતી પણ એક સમય હતો જ્યારે બહુ બધી વાતો થવા લાગી અને મેં ચૂપ રહેવાનું નક્કી કર્યું. તો લોકોએ મને એકલો છોડી દીધો.’

‘હું ખુશ છું કે મને તેનામાં મારી સોલમેટ મળી’
આદિત્યે જણાવ્યું કે, ‘જ્યારે હું શ્વેતાને શાપિતના સેટ પર મળ્યો તો અમને બંનેને અલગ જ કનેક્શન ફીલ થયું. ધીરે ધીરે મને ખબર પડી કે મને તેની સાથે પ્રેમ થઇ ગયો છે. દરેક રિલેશનની જેમ અમારા રિલેશનમાં પણ ઘણા ઉતાર ચડાવ હતા. અત્યારે મેરેજ ઘણા જલ્દી તૂટી જાય છે. તો અમે બંને એ એકબીજાને સમજવા માટે સમય લીધો. હવે 10 વર્ષ પછી મને લાગે છે કે આ સાચો સમય છે. હવે અમારા વચ્ચે લગ્ન તો એક બસ ફોર્માલિટી છે જે હોપફૂલી નવેમ્બર અથવા ડિસેમ્બરમાં થશે. મારાં પેરેન્ટ્સ શ્વેતાને ઓળખે છે અને તેમને એ ઘણી પસંદ છે. હું ખુશ છું કે મને તેનામાં મારી સોલમેટ મળી ગઈ.’

એક્ટ્રેસ શ્વેતાએ સાઉથની ઘણી ફિલ્મોમાં પ્રભાસ, કિચ્ચા સુદીપ જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. આદિત્ય નારાયણ એક્ટર, સિંગરની સાથે ટીવી શો હોસ્ટ પણ છે.

નેહા કક્કર સાથે રિલેશનની અફવા
રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ની છેલ્લી સીઝનમાં નેહા કક્કર જજ હતી અને આદિત્ય શોનો હોસ્ટ હતો. ત્યારે બંનેના રિલેશનની ચર્ચા ફેલાઈ હતી. ઉદિત નારાયણે તો શોમાં ત્યાં સુધી કહ્યું હતું કે નેહા તેમના ઘરની વહુ બને તો તેમને ઘણું ગમશે. આ બાબતે આદિત્યે કહ્યું કે, ‘તે એક જોક બાદ શરૂ થયું હતું જે બસ સ્ક્રિપ્ટનો એક ભાગ હતો અને ખબર નહીં લોકોએ તેને કઈ રીતે લઇ લીધું. વાત જ્યાં સુધી મારા પિતાના સ્ટેટમેન્ટની છે તો મેં ઘરે શ્વેતાનું નામ ન લેવા માટે કહેલું હતું અને આ અફવા ચાલી રહી હતો તો તેમણે તે વાત બસ એમ જ કહી હતી.’

https://www.instagram.com/p/B5KC9SMHfeA/?utm_source=ig_embed

નેહા મારી સારી મિત્ર છે અને તેના થનારા પતિ રોહનપ્રીત સિંહને હું 2008ના ‘સારેગામાપા લિલ’થી ઓળખું છું જેમાં હું હોસ્ટ હતો અને તે સેકન્ડ રનર અપ હતો. હું ઉત્સુક છું કે મારા બંને સારા મિત્રો લગ્ન કરી રહ્યા છે. નેહાના લગ્ન દિલ્હીમાં છે અને આદિત્યને શોલ્ડરમાં ઇજા હોવાના કારણે કદાચ તે ન પણ જઈ શકે. આદિત્યે જણાવ્યું કે મ્યુઝિક રિયાલિટી શોના જજ વિશાલ દડલાણી અને હિમેશ રેશમિયા સહિત ઓલમોસ્ટ બધા જજ લગ્નમાં હાજરી આપવાના છે.

https://www.instagram.com/p/CGG1uhxDXWg/?utm_source=ig_embed

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here