નેહા કક્કર બાદ હવે આદિત્ય નારાયણે પણ કરી લગ્નની જાહેરાત, આ એક્ટ્રેસ સાથે વર્ષના અંતે કરશે લગ્ન

0
17

હાલમાં જ ઈન્ડિયન આઈડલની જજ અને બોલિવૂડ સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીતે પોતાના લગ્ન કરવાની જાહેરાત કરી હતી. જે બાદ હવે ઈન્ડિયન આઈડલનો હોસ્ટ આદિત્ય નારાયણે પણ પોતાના લગ્નની ઘોષણા કરી દીધી છે. અને હાલમાં તે ખુબ ચર્ચામાં આવી ગયો છે. આદિત્ય નારાયણે ઓફિશિયલી તેની લોન્ગ ટાઈમની ગર્લફ્રેન્ડ અને હાલની એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે.

આદિત્યના જણાવ્યા મુજબ, તે આ જ વર્ષના અંતમાં શ્વેતા સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. આદિત્ય નારયણએ 2010માં ફિલ્મ ‘શાપિત’ દરમિયાન શ્વેતા સાથે મળ્યો હતો અને ત્યારથી બંને એકબીજાની સાથે છે. હકીકતમાં પોતાના દસ વર્ષના સંબંધ વિશે એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા આદિત્ય નારાયણે જણાવ્યું હતું કે, મેં મારા સંબંધને ક્યારેય છુપાવ્યો નથી, પરંતુ એક સમયે આ વિશે બહુ ચર્ચાઓ થવા લાગી હતી અને સોશિયલ મીડિયા પર ઘણું બધું લખવામાં આવી રહ્યું હતું.

જેથી મેં આ વિષય પર ન બોલવાનો નિર્ણય લીધો હતો અને ત્યારે લોકોએ મને એકલો છોડી દીધો. તેણે કહ્યું કે, હું શ્વેતાથી શાપિત ફિલ્મના સેટ પર મળ્યો હતો અને પહેલી મુલાકાત પછીથી જ અમારી બહુ સારી મિત્રતા થઈ ગઈ હતી. પછી મને એહસાસ થયો કે, મને તેની સાથે પ્રેમ થઇ ગયો છે. પરંતુ તે મારી મિત્ર બનીને જ રહેવા માંગતી હતી, કારણ કે એ દરમિયાન અમે ઘણાં યંગ હતા અને ત્યારે અમે બંને અમારા કરિયર પર ફોકસ કરવા માંગતા હતા. દરેક લોકોના સંબંધનની જેમ જ અમારા સંબંધમાં પણ ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ અમે ક્યારેય હાર માની ન હતી.

જોકે, હવે લગ્ન અમારી બંને વચ્ચે એક ઔપચારિકતા જ રહી છે, જે આ વર્ષે નવેમ્બર કે ડિસેમ્બરમાં પૂરી થઈ જશે. મારા માતા-પિતા શ્વેતાને ઓળખે જ છે અને તેને પસંદ પણ કરે છે. જ્યારે નેહા કક્કડના લગ્ન અંગે વાત કરતા તેણે કહ્યું કે, તે નેહાના લગ્નમાં જઈ નહી શકે કારણ કે આદિત્યના ખંભામાં ઈજા થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here