પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા પછી ઇંગ્લેન્ડ પણ મુશ્કેલીમાં : 20% કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે; કોરોનાને કારણે 950 કરોડ રૂપિયાનું નુકસાન, 2021 સુધીમાં 1900 કરોડનો લોસ થઈ શકે છે

0
5

કોરોનાવાયરસ મહામારીને કારણે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા પછી હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની આર્થિક સ્થિતિ કથળી છે. બોર્ડે તેના 20% એટલે કે 62 જેટલા કર્મચારીઓને કાઢવાની તૈયારી કરી છે. ECBના CEO ટોમ હેરિસને મંગળવારે જાહેર કરેલા પોતાના નિવેદનમાં આ વાત કહી હતી.

હેરિસને ECB વેબસાઇટ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે, “કોરોનાને કારણે ક્રિકેટને અત્યાર સુધીમાં લગભગ 100 મિલિયન (લગભગ 950 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. જો આ મહામારી 2021 સમર સુધી ચાલે તો તેને 200 મિલિયન પાઉન્ડ (લગભગ 1900 કરોડ રૂપિયા) નું નુકસાન થઈ શકે છે.”

PCB બિનજરૂરી કર્મચારીઓને દૂર કરશે

  • આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પણ તેના પાંચ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે.
  • તે જ સમયે, તે એવા કામદારોને દૂર કરવાની તૈયારી કરી રહ્યું છે જેઓ બિનજરૂરી છે અને સારું કામ નથી કરી રહ્યા.

ઓસ્ટ્રેલિયા બોર્ડ સુપરમાર્કેટમાં કર્મચારીઓ માટે નોકરી માગે છે

  • ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ મે મહિનામાં કેટલાક કર્મચારીઓને બરતરફ કર્યા હતા. ઉપરાંત, 80% કર્મચારીઓને ઓગસ્ટ સુધીમાં માત્ર 20% પગાર આપવાની વાત કરી હતી.
  • CA સુપરમાર્કેટમાં તેના કેટલાક કર્મચારીઓ માટે ત્રણ મહિના અસ્થાયી નોકરી પણ શોધી હતી. બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ કેવિન રોબર્ટે પોતે એક રેડિયો શોમાં આ વાત કહી હતી.

ઇંગ્લેન્ડ બોર્ડે ખર્ચો ઘટાડવાની જરૂર છે

  • હેરિસને કહ્યું, “તાજેતરમાં અમે ECBના સ્ટ્રક્ચર અને બજેટની સમીક્ષા કરી. આ સમય દરમિયાન અમને ખર્ચા ઘટાડવાની જરૂરિયાતનો અહેસાસ થયો. અમારી સાથે કામ કરતા લોકો દ્વારા પણ તેની મંજૂરી આપવામાં આવી છે. બચાવવા માટે કરવામાં આવતા આ ફેરફારોથી ECBના દરેક ભાગને અસર થશે. “

અસરગ્રસ્ત લોકોની મદદ કરવામાં આવશે

  • ECBના CEOએ કહ્યું, આ દરખાસ્તમાં મંજૂરી મેળવેલ 20% કર્મચારીઓને હટાવવાની પણ માગ છે.મતલબ કે હવે લગભગ 62 લોકોને બહાર કાઢી શકાશે.
  • ઉપરાંત, બચત માટે કેટલીક સ્થિતિઓ બદલવામાં આવશે. આ સમય દરમિયાન થોડી ઓછી સંખ્યામાં ભરતીઓ પણ કરી શકાય છે. ઉપરાંત, આ પ્રસ્તાવથી અમારા જે પણ સાથીદારો પ્રભાવિત થશે, અમે તેમને મદદ કરીશું.