બિગ બોસ 14 : પારસ છાબરા બાદ હવે પવિત્રા પુનિયાના 6 વર્ષ નાના એક્સ બોયફ્રેન્ડ પ્રતીક સહજપાલે ખુલાસો કર્યો, કહ્યું…………

0
0

‘બિગ બોસ 14’ના કન્ટેસ્ટન્ટ પવિત્રા પુનિયાના રિલેશનશિપને લઈને ઘણી વાતો સામે આવી છે. થોડા દિવસ પહેલાં તેના એક્સ બોયફ્રેન્ડ પારસ છાબરાએ તેના પર આરોપ લગાવ્યા હતા કે તે એક સાથે બે છોકરાને ડેટ કરી રહી હતી. તેણે એવો પણ ખુલાસો કર્યો કે પવિત્રાએ તેનાં લગ્નની વાત તેનાથી છુપાવી હતી. જોકે પવિત્રાનો હજુ એક બોયફ્રેન્ડ સામે આવ્યો છે જે એક્ટ્રેસથી લગભગ 6 વર્ષ નાનો છે. તેનું કહેવું છે કે પારસ પવિત્રાની ઇમેજ ખરાબ કરવા ઈચ્છે છે.

હું ઈચ્છતો ન હતો કે અમારા રિલેશનની વાત નેશનલ ટીવી પર આવે

હાલમાં જ પવિત્રાના એક્સ બોયફ્રેન્ડ પ્રતીક સહજપાલે જણાવ્યું, ‘મને તો શો મારફતે ખબર પડી કે અમારું બ્રેકઅપ કેમ થયું (હસતા). સાચું કહું તો મને ખબર જ ન હતી કે પવિત્રાએ મને મારા કરિયરને લીધે છોડ્યો. અમારા બ્રેકઅપને અંદાજે હવે દોઢ વર્ષ થયું છે. આટલા સમયમાં અમે ક્યારેય એકબીજા સાથે વાત ન કરી. ભરોસો કરો હું ક્યારેય ઈચ્છતો ન હતો કે આ રીતે અમારા રિલેશનની વાત નેશનલ ટીવી પર આવે, પરંતુ ઠીક છે જે થયું એ થઇ ગયું. હું પહેલેથી સત્ય સાથે રહેવામાં વિશ્વાસ રાખું છું અને આગળ પણ એવું જ થશે. હવે પવિત્રા આગળ શોમાં મારા વિશે શું બોલે છે તે જોવાનું રહેશે.’

પવિત્રા દરેક નાની વાતનો મોટો ઇસ્યુ બનાવી દેતી હતી

પવિત્રા સાથેના તેના રિલેશનશિપ વિશે પ્રતીકે જણાવ્યું કે, ‘અમારા બંનેની ઉંમરમાં અંદાજે 6 વર્ષનો તફાવત છે. તે મારાથી મોટી છે જોકે મને ઉંમરનો કોઈ બાદ નથી. હું પ્રેમમાં ભરોસો કરું છું. તે ઘણી સમજદાર છે એટલે તે મને ગમતી હતી. પરંતુ તે વાતને પણ નહીં નકારું કે ક્યાંકને ક્યાંક મને ખબર હતી કે અમારા રિલેશન વધુ આગળ નહીં વધી શકે. તે દરેક નાની વાતનો મોટો ઇસ્યુ બનાવી દેતી હતી. ઘણીવાર સમજ પડતી ન હતી કે આખરે તેને થયું છે શું? સાચું કહું તો અમારે ઝઘડા થતા રહેતા હતા. અમારી વચ્ચે ઉંમરનો ગેપ જરૂર હતો પણ મને તેનાથી કોઈ ફરક પડતો ન હતો. અમે લગભગ 4-5 મહિના માટે એકસાથે હતા અને પછી અલગ થઇ ગયા.

લગ્ન તો નહીં પણ મને ખાલી તેની સગાઈ તૂટવાની વાત ખબર હતી

થોડા દિવસ પહેલાં પવિત્રાના એક્સ બોયફ્રેન્ડ પારસ છાબરાએ તેના પર એકસાથે બે લોકોને ડેટ કરવાનો અને તેનાં લગ્ન છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. આ વિશે પ્રતીકે જણાવ્યું કે, ‘જુઓ મને પારસ જરાપણ પસંદ નથી અને માટે તેની કોઈપણ વાત પર ભરોસો કરવો મારા માટે થોડું મુશ્કેલ છે. હા પણ આ રીતે એકબીજા પર કીચડ ફેંકવું ખોટું છે. હા, મને તેની સગાઈ તૂટવાની વાત ખબર છે. મને કહેવામાં આવ્યું હતું કે તેની સગાઈ થઇ હતી અને અમુક કારણસર તૂટી ગઈ હતી. પારસ અને પવિત્રા બંને એકબીજાની ઇમેજ ખરાબ કરવાની ટ્રાય કરી રહ્યા છે. મારી આ બાબતે વધુ કમેન્ટ કરવી યોગ્ય નહીં રહે.’

ચાન્સ મળશે તો શોમાં ભાગ લેવા માટે જરૂર હા પાડીશ

તો શું ચાન્સ મળશે તો પ્રતીક ‘બિગ બોસ 14’માં સામેલ થશે? તે કહે છે, ‘મને પૂરી રીતે બધું જોવું પડશે કે મારા ઘરમાં અંદર જવાથી કોઈને કંઈક ફરક પડશે. જો બધું ઠીક લાગ્યું તો ચાન્સ મળશે તો શોમાં ભાગ લેવા માટે જરૂર હા પાડીશ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here