પારલે પછી બ્રિટાનિયાએ પણ કહ્યું મંદી છે, ભાવ વધારીશું

0
0

દેશની જાણીતી બિસ્કિટ બનાવતી કંપનીઓ હાલ મંદીનો માર સહન કરી રહી છે. ઓટો સેક્ટર પછી આર્થિક મંદી હવે બિસ્ટીક બનાવતી કંપનીઓ પર પણ જોવા મળી રહી છે. પારલે જીએ હાલમાં જ 10 હજાર કંપનીને છૂટા કરવાની વાત કરી હતી. અને હવે બ્રિટાનિયા બિસ્કિટે પણ મંદીની વાત કહી તેમની કંપનીના બિસ્કિટના ભાવ વધારવાનું જણાવ્યું છે. સાથે જ કંપનીએ પોતાના ખર્ચા ઓછા કરવાની વાત પણ કહી છે.

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રી તરફથી કહેવામાં આવ્યું છે કે કંપની ઓક્ટોબરથી તેના બિસ્કીટના ભાવ વધારશે. જે પાછળ ગત 5-6 મહિનાની આર્થિક મંદી અને ઓછું વેચાણ જવાબદાર છે. કંપનીએ જણાવ્યું કે આવનારો સમય સરળ નહીં રહી આ માટે બ્રિટાનિયા પોતાના ખર્ચા પર પણ કાપ મૂકશે અને બિસ્કિટના ભાવ વધારશે.

કંપનીના જણાવ્યા મુજબ બિસ્કીટનું વેચાણ ઘટ્યું છે. ગત મહિના કરતા આ વખતે વેચાણ અડધું છે. જો કે કંપનીએ આશા રાખી છે કે મોનસૂનનો ફાયદો તેને મળશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પારલે પણ તે વાત સ્વીકારી છે કે પાછલા કેટલાક સમયમાં બિસ્ટિકની ડિમાન્ડ ઓછી થઇ છે. અને ગ્રોથમાં લગભગ 8 ટકાની કમી જોવા મળી છે.

જો કે હાલ માર્કેટની હાલત એટલી ખરાબ છે કે લોકો 5 રૂપિયાવાળું બિસ્કીટનું પેકેટ પણ લેતા પહેલા વિચારી રહ્યા છે. જે અર્થવ્યવસ્થાની ભયાનક ઉદાસીનતા બતાવી રહ્યું છે. બ્રિટાનીયા કંપનીનું કહેવું છે કે તેને 6 ટકાના ગ્રોથની આશા હતી. પણ કંપનીના નેટ પ્રોફિટમાં 3.5 ટકાની ખોટ જોવા મળી છે. એપ્રિલ જૂન 2019 માં કંપનીએ 249 કરોડનો વેપાર કર્યો છે.

વળી કંપનીઓ પર 18 ટકા જીએસટી ભરવાનું ભારણ પણ છે. જે કંપનીને બિસ્કીટના ભાવ વધારવા મજબૂર કરી રહ્યું છે. કંપનીઓની તેવી પણ દલીલ છે કે બ્રેડ પર કોઇ ટેક્સ નથી લાગતો , ટોસ્ટ અને રસ્ક પર 5 ટકાનો ટેક્સ લાગે છે. જ્યારે તે 150 રૂપિયે કિલો વેચાય છે. પારલેએ તો ત્યાં સુધી કહ્યું છે કે સરકારે 100 રૂપિયા કિલોથી ઓછી કિંમત વાળી બિસ્કીટ પર જીએસટી ઓછી કરવી જ જોઇએ. નહીં તો આ કંપનીઓ આવનારા સમયમાં મંદીનો માર સહન નહીં કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here