ઉત્તરાખંડના 348 થી વધુ બહાદુર સપૂતોએ દેશના દુશ્મનો સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આ સંખ્યા ઉત્તરાખંડની રચના પછીની છે. જો અગાઉના શહીદોને પણ સામેલ કરવામાં આવે તો આ સંખ્યા 1700 સુધી પહોંચી જાય છે.
કારગિલ યુદ્ધમાં 525 જવાનો શહીદ
જમ્મુ-કાશ્મીરના કઠુઆ હુમલાની ગઈકાલની ઘટના રાજ્યની રચના પછીની પહેલી ઘટના છે, જ્યારે રાજ્યના પાંચ જવાનો એક સાથે શહીદ થયા છે. પુલવામા આતંકી હુમલામાં ઉત્તરાખંડના ચાર જવાનો પણ શહીદ થયા હતા, પરંતુ તેમની શહાદત અલગ-અલગ દિવસે થઈ હતી. સૈનિક કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર અલગ રાજ્યની રચના પહેલા 1999ના કારગિલ યુદ્ધમાં દેશના 525 સૈન્ય અધિકારીઓ અને જવાનો શહીદ થયા હતા. જેમાંથી 75 શહીદ ઉત્તરાખંડના હતા. શહીદ પરિવારના એક સભ્યનેસરકારી નોકરી, દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ સૈનિકોના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય તરીકે રૂ. 10 લાખ અને રહેઠાણ તરીકે રૂ. 2 લાખ આપવાની જોગવાઈ છે.
કઠુઆ હુમલાના શહીદો પણ ઉત્તરાખંડના
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ગઈ કાલે શહીદ થયેલા પાંચ જવાનો ઉત્તરાખંડમાં હતા. આતંકી હુમલામાં રાઈફલમેન અનુજ નેગી, કમલ રાવત, આદર્શ નેગી, નાયબ સુબેદાર આનંદ સિંહ અને વિનોદ સિંહ શહીદ થયાં છે. જવાનોની શહાદતના સમાચાર મળતાં આખા ઉત્તરાખંડમાં શોક છવાયો હતો. દેશ પણ ગમમાં ડૂબ્યો હતો.
(1) રાઈફલમેન શહીદ અનુજ નેગી પૌડી ગઢવાલના વતની હતા. હજુ હમણાં જ નવેમ્બર 2023માં અનુજના લગ્ન થયાં હતા. અનુજ તેમની પાછળ માતા-પિતા, પત્ની અને એક બહેન છોડતાં ગયાં છે.
(2) શહીદ હવાલદાર કમલ સિંહ રાવત
શહીદ હવાલદાર કમલ સિંહ ઉત્તરાખંડના રિખનીખાલના વતની હતા અને તેઓ ઘરમાં કમાનાર એક જ હતા. તેમના માથે બે બાળકો, પત્ની અને માતાના પાલનપોષણની જવાબદારી હતી.
(3) રાઈફલમેન આદર્શ નેગી
રાઈફલમેન આદર્શ નેગી ટિહરીના વતની હતા. તેઓ ખેડૂતના દીકરા હતા. તેના પિતા દલબીર સિંહ નેગી ગામમાં જ ખેતી કરે છે. આદર્શ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. તેમની બહેન પરિણીત છે અને ભાઈ ચેન્નાઈમાં નોકરી કરે છે. તેઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેના કાકાના પુત્રના લગ્ન માટે ઘરે આવ્યો હતો.
(4) લાન્સ નાઈક વિનોદ કુમાર ભંડારી
શહીદ વિનોદ કુમાર ભંડારી 2011માં સેનામાં જોડાયા હતા. તેઓ પરિવારના એકના એક પુત્ર હતા. તેમને 4 વર્ષનો પુત્ર અને 4 મહિનાની પુત્રી છે. તે દોઢ મહિના પહેલા જ ઘેર આવ્યાં હતા.
(5) આનંદ સિંહ
ગઢવાલના રહેવાસી નાયબ સુબેદાર આનંદ સિંહ પણ કઠુઆ હુમલામાં શહીદ થયા હતા. તેઓ રૂદ્રપ્રયાગ જિલ્લાના કંડાખલ ગામના રહેવાશી હતા.
2 મહિનામાં બીજો દીકરો ગુમાવ્યો
રાઈફલમેન આદર્શ નેગીના પરિવાર પર બીજો વ્રજાઘાત થયો છે. આ પહેલા તેમના આદર્શ નેગીના કઝિન ભાઈ મેજર પણ શહીદ થયાં હતા અને હવે તેઓ ખુદ. 30 એપ્રિલ 2024ના રોજ લેહમાં ફરજ દરમિયાન મેજર પ્રણય નેગી પણ શહીદ થયાં હતા. આ મેજર પ્રણય નેગી આદર્શ નેગીના કઝિન હતા.