- Advertisement -
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાહુલના રાજીનામા બાદ પાર્ટીના વધુ એક દિગ્ગજ નેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આસામના પ્રભારી તથા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કોંગ્રેસ મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હરીશ રાવતના કહ્યાં પ્રમાણે આસામમાં મળેલી હારની જવાબદારી સ્વીકારી હું રાજીનામું આપી રહ્યો છું.