ભગવાન રામ પર રજનીકાંતના આ નિવેદન બાદ તામિલનાડુમાં ઘમાસાણ

0
17

ચેન્નઇ, તા.21 જાન્યુઆરી 2020, મંગળવાર

ભગવાન રામ પર દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાંતે આપેલા એક નિવેદન બાદ આજકાલ તામિલનાડુના રાજકારણમાં ઘમાસાણ મચેલુ છે.

ગયા સપ્તાહે રજનીકાંતે એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, તામિલનાડુ રાજકારણના દિગ્ગજ નેતા ગણાતા પેરિયારે 1971માં એક રેલી કાઢી હતી. જેમાં ભગવાન રામ અને સીતાની નિર્વસ્ત્ર તસવીરો પણ રજૂ કરવામાં આવી હતી.

રજનીકાંતના નિવેદન સામે આપત્તિ વ્યક્ત કરીને દ્રવિદાર વિદ્યુલાઈ કઝગમ નામના સંગઠનના સભ્યોએ તેમની સામે કેસ કર્યો હતો. જેમાં રજનીકાંત સામે આઈપીસીની 153(એ) કલમ લગાવવાની માંગણી કરાઈ હતી.

પેરિયાર અને એમ કરુણાનિધિ તામિલનાડુમાં દ્રવિડ આંદોલનના પ્રણેતા મનાય છે. રજનીકાંતે કહ્યુ હતુ કે, પેરિયાર હિન્દુ દેવતાઓના પ્રખર ટીકાકાર હતા અને આ માટે ક્યારેય કોઈએ પેરિયારની ઝાટકણી કાઢી નહોતી.

રજનીકાંતે વધુમાં કહ્યુ છે કે, મારા નિવેદન પર હું માફી માંગવા તૈયાર નથી. કારણકે મેં જે પણ કહ્યુ છે તે સાચુ છે. તે સમયના અહેવાલોના આધારે જ મેં આ વાત કરી છે. તે સમયે અખબારોએ આ વાતને પ્રકાશિત પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here