કેબીસી 12 : કોવિડ 19થી સાજા થયા બાદ અમિતાભ બચ્ચને કામ શરૂ કર્યું, વધુ સાવચેતી તથા પ્રોટોકૉલ સાથે ‘કૌન બનેગા કરોડપતિ 12’નું શૂટિંગ કરશે

0
17

અમિતાભ બચ્ચન કોવિડ 19નો જંગ જીતીને ઘરે આવી ગયા છે. લાંબા સમય સુધી કામથી દૂર રહીને બિગ બી પોતાની તબિયત તથા રિકવરી પર ધ્યાન આપી રહ્યા હતા. હવે પૂરી રીતે ઠીક થયા બાદ એક્ટર બીજીવાર રિયાલિટી ગેમ શો ‘કેબીસી 12’નું શૂટિંગ શરૂ કરશે. આ વખતે શોમાં વધુ સાવચેતી રાખવામાં આવશે.

‘કેબીસી’ના સ્પર્ધકોની પસંદગી પ્રક્રિયા ચાલુ છે. આ પહેલા બિગ બીએ પોતાના ઘરેથી કેટલાક પ્રોમોનું શૂટિંગ પણ કર્યું હતું. હવે તબિયત સારી થતા તેમણે બીજીવાર શોની તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં જ બિગ બીએ પોતાના બ્લોગમાં આ અંગેની વાત શૅર કરી હતી. તેમણે ફૂટબોલના વખાણ કરીને પોતાના અપકિંગ પ્રોજેક્ટની વાત કરી હતી. તેમણે કહ્યું હતું, હા, અનેક તૈયારીઓ તથા પ્રેઝન્ટેશન ચાલી રહ્યું છે. ‘કેબીસી’ પ્રોમો શૂટ તથા ‘કેબીસી’ માટે. વધુમાં વધુ સાવચેતી તથા સુરક્ષા સાથે આ કેવી રીતે થશે તેના પર ડિટેઇલ પ્રોટોકૉલ છે.

શોની તૈયારી શરૂ થઈ
રિયાલિટી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ 12’ની તૈયારી શરૂ થઈ ગઈ છે. શો સાથે જોડાયેલા સૂત્રોના મતે, મેકર્સ નવા કૅમ્પેનની તૈયારીમાં વ્યસ્ત છે. ડિરેક્ટર-રાઈટર નિતેશ તિવારીએ કૅમ્પેન લખવાનું શરૂ કરી લીધું છે. જો બધું જ ઠીક રહ્યું તો હોસ્ટ અમિતાભ બચ્ચનની સાથે કૅમ્પેન શૂટ કરશે. આ માટે બિગ બીએ હા પણ પાડી દીધી છે.

સ્પર્ધકોની પસંદ પ્રક્રિયા ચાલુ
રજિસ્ટ્રેશન તથા ઓડિશનનો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. સ્પર્ધકોની પસંદગી પ્રક્રિયા પણ થોડાં સમયમાં પૂરી થઈ જશે. અમિતાભ બચ્ચનની તબિયતમાં ઘણો જ સુધારો છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયે શોને લૉન્ચ કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. પહેલા આ શો ઓગસ્ટ મહિનામાં લૉન્ચ કરવાનો હતો. જોકે, બિગ બીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શોના લૉન્ચિંગમાં ફેરફાર કરવો પડ્યો હતો. હવે આ શોની સીધી ટક્કર ‘બિગ બોસ 14’ સાથે થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here