સુશાંત સુસાઈડ કેસ : રિયા ચક્રવર્તી પછી પોલીસે પૂર્વ મેનેજર રોહિણીની નવ કલાક પૂછપરછ કરી

0
17

મુંબઈ. સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં ઘણાં લોકોની પૂછપરછ થઈ રહી છે. આ દરમિયાન બાંદ્રા પોલીસે સુશાંતની પૂર્વ મેનેજર રોહિણી અય્યરને પૂછપરછ માટે બોલાવી હતી. સોમવાર, 22 જૂનના રોજ રોહિણીની 9 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુશાંતની ખાસ મિત્ર રિયાની પણ નવ કલાકથી વધુ સમય પોલીસે પૂછપરછ કરી હતી. સુશાંતના કેસમાં અત્યાર સુધી 15 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે, જેમાં સુશાંતની સાથે રહેતો હાઉસ સ્ટાફ, ફ્લેટમેટ તથા મેનેજર સામેલ છે.

https://www.instagram.com/p/CBcZ_bVlhlm/?utm_source=ig_embed

સુશાંતના ડોક્ટરની પણ પૂછપરછ થશે

રિપોર્ટ્સ તથા નિવેદનોને આધારે સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવતો હતો. આ સાથે જ એ વાત સામે આવી છે કે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મનોચિકિત્સક કેરસી ચાવાડાએ કહ્યું હતું કે સુશાંત પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે સાથેના બ્રેકઅપને ભૂલી શક્યો નહોતો. જોકે, કેરસી ચાવડાએ હજી સુધી પોલીસમાં કોઈ નિવેદન આપ્યું નથી. મુંબઈ પોલીસ કેરસી ચાવડાને પૂછપરછ માટે બોલાવી શકે છે, તેવી ચર્ચા છે.

એજાઝ ખાને CBI તપાસની માગણી કરી

વિવાદોમાં રહેવા માટે જાણીતા બનેલા એજાઝ ખાને સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું કે 26 જૂનના રોજ સુશાંતનું તેરમું છે. આ દિવસે દરેક લોકો મીણબત્તી લઈને સુશાંતના નિધનની CBI તપાસની માગણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરો, જેથી સુશાંતના મોત પાછળનું સાચું કારણ બહાર આવી શકે. જોકે, એજાઝે આ પહેલાં એક વીડિયોમાં નેપોટિઝ્મના મામલાને હિંદુ-મુસ્લિમ બનાવવાનો આક્ષેપ ભાજપના આઈટી સેલ પર કર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here