રો અને આર્મી ચીફ પછી હવે વિદેશ સચિવ કાઠમાંડૂ જશે, યાત્રાની જાહેરાત આજે શક્ય.

0
11

ભારત અને નેપાળ વચ્ચેના સંબંધ સામાન્ય થવા માંડ્યા છે. ગત મહિને રો ચીફ સામંત કુમાર ગોયલ નેપાળ ગયા હતા. ત્યારપછી આ મહિને આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ કાઠમાંડૂની મુલાકાત કરી હતી. હવે એવા સમાચાર મળી રહ્યાં છે કે વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રિંગલા નેપાળ જશે. શ્રિંગલા આ મહિનાના અંતમાં નેપાળ જઈ શકે છે. આ વિઝિટની જાહેરાત આજે કરાશે. જો કે, એજન્ડાની માહિતી નહી આપવામાં આવે.

20 દિવસમાં ત્રીજી મહત્વની મુલાકાત

23 ઓક્ટોબરે રો ચીફ સામંત કુમાર ગોયલ કાઠમાંડૂ ગયા હતા. તેમની યાત્રા પર નેપાળી મીડિયાના એક ભાગમાં ઘણા સવાલો ઉઠાવાયા હતા. કહેવામાં આવ્યું હતું કે, ભારતે કોઈ ડિપ્લોમેટની જગ્યાએ ઈન્ટેલિજેન્સ એજન્સીના ચીફને શા માટે મોકલ્યા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, નેપાળમાં સત્તા પરિવર્તન થઈ શકે છે. જોકે, ભારત અથવા નેપાળના વિદેશ મંત્રાલયે તેને સત્તાવાર મુલાકાત ગણાવી હતી. ત્યારપછી ભારતના આર્મી ચીફ જનરલ નરવણે નેપાળ ગયા. ગોયલ અને નરવણે બન્નેએ નેપાળના આર્મી ચીફ જનરલ થાપા અને વડાપ્રધાન કેપી શર્મા ઓલીની પણ મુલાકાત કરી હતી. હવે ભારતીય વિદેશ મંત્રાલયના સૌથી મોટા અધિકારી એટલે કે વિદેશ સચિવ કાઠમાંડૂ જઈ રહ્યાં છે.

સરહદ વિવાદ અને કૂટનીતિ

ભારત અને નેપાળ વચ્ચે વિવાદ ગત વર્ષે લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની અંગે શરૂ થયો. ભારતે આ હિસ્સાને પોતાનો ગણાવીને અહીંયા મોર્ડન હાઈવે બનાવ્યો. નેપાળે તેને પોતાનો વિસ્તાર ગણાવ્યો. નેપાળ તરફથી નિવેદનબાજીઓ થઈ. ભારતે જવાબ ન આપ્યો. પછીથી જનરલ નરવણેએ કહ્યું કે, નેપાળ કોઈ બીજાના (ચીન તરફ ઈશારો) કહેવાથી આવી હરકતો કરી રહ્યો છએ. નેપાળમાં નરવણેના નિવેદન પર કડક પ્રતિક્રિયા જોવા મળી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here