અપકમિંગ : ‘સેક્રેડ ગેમ્સ’ બાદ સૈફ અલી ખાન ભારતીય રાજકારણ પર આધારિત વેબ સીરિઝ ‘તાંડવ’માં જોવા મળશે

0
22

મુંબઈઃ ‘સેક્રેડ ગેમ્સ’ બાદ સૈફ અલી ખાન અન્ય એક વેબ સીરિઝ ‘તાંડવ’માં કામ કરવાનો છે. આ સીરિઝ અમેરિકન પોલિટિકલ થ્રિલર ‘હાઉસ ઓફ કાર્ડ્સ’ જેવી હશે. ઉલ્લેખનીય છે કે ‘હાઉસ ઓફ કાર્ડ્સ’માં અમેરિકન પ્રેસિડેન્ટની ઓફિસની વાત કરવામાં આવી હતી. સીરિઝમાં કેવિન સ્પેસી તથા રોબિન રાઈટ લીડ રોલમાં હતાં.

સૈફે કહ્યું હતું કે ‘તાંડવ’ ભારતીય રાજકારણ પર આધારિત છે. તે અમેરિકાના કોઈ ઉદાહરણ આપવા માગતો નથી પરંતુ તેની આ સીરિઝ ‘હાઉસ ઓફ કાર્ડ્સ’ પર આધારીત છે. આ સીરિઝમાં દલિત રાજકારણ, યુપી પોલીસ અને નક્સલવાદ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સીરિઝમાં સૈફ અલી ખાન રાજકારણીનો રોલ પ્લે કરશે. આ સીરિઝને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરશે. સીરિઝમાં સૈફનો રોલ ચાણક્ય જેવો હશે, જે એક આશાસ્પદ યુવાનને વડાપ્રધાન બનાવવા માટેની મહેનત કરે છે. હાલમાં સૈફ અલી ખાન ‘લાલ કપ્તાન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ઉપરાંત સૈફ અલી ખાન ફિલ્મ ‘જવાની જાનેમન’ તથા ‘તાનાજી’માં વ્યસ્ત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here