પુનઃ પ્રસારણ : દૂરદર્શન પર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ ‘રામાયણ’ હવે સ્ટાર પ્લસ પર આજથી સાંજે 7.30 વાગે પ્રસારિત થશે

0
6

મુંબઈ. દૂરદર્શન પર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ હવે ‘રામાયણ’ સ્ટારપ્લસ પર ટેલીકાસ્ટ થશે. 16 એપ્રિલના રોજ પ્રસારિત થયેલો એપિસોડ વિશ્વભરના સાત કરોડથી પણ વધુ લોકોએ જોયો હતો. ‘ગેમ્સ ઓફ થ્રોન’ કરતાં પણ ‘રામાયણ’ સિરિયલ વધુ જોવાઈ હતી. હવે, આ સફળતા જોયા બાદ ખાનગી ચેનલ પર પણ શો પ્રસારિત થશે.

રામાનંદ સાગરની ‘રામાયણ’ આજથી એટલે કે ચાર મેથી સાંજે સાડા સાત વાગે સ્ટાર પ્લસ પર શરૂ થશે. ચેનલ તરફથી ટ્વીટ કરવામાં આવી હતી, અયોધ્યાવાસી, પુરુષોમાં સર્વોત્તમ, સૌથી પ્રિય મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની વાત ‘રામાયણ’, ચાર મેથી સોમવારથી રવિવાર રોજ રાત્રે સાડા સાત વાગે સ્ટાર પ્લસ પર.

‘મહાભારત’ પણ આવશે

બી આર ચોપરાનો શો ‘મહાભારત’ પણ દૂરદર્શન બાદ હવે કલર્સ ચેનલ પર આજથી એટલે કે ચાર મેથી રોજ સાંજે સાત વાગે ટેલીકાસ્ટ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 24 માર્ચના રોજ પહેલું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે ‘રામાયણ’ તથા ‘મહાભારત’નું પુનઃપ્રસારણ કરવાની જાહેરાત કરી હતી. 28 માર્ચથી ‘રામાયણ’ ડીડી નેશનલ પર સવારે 9 વાગે અને રાત્રે 9 વાગે ટેલીકાસ્ટ થતું હતું. જ્યારે ‘મહાભારત’ ડીડી ભારતી પર 28 માર્ચથી બપોરે 12 વાગે અને સાંજે સાત વાગે આવતું હતું.

દૂરદર્શન નંબર વન ચેનલ બની હતી

આ બંને શોને કારણે દૂરદર્શનની વ્યૂઅરશિપમાં વધારો થયો હતો અને તેને કારણે દૂરદર્શન નંબર વન ચેનલ બની ગઈ હતી. હાલમાં ‘મહાભારત’ ડીડી મેટ્રો પર પણ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here