સોનાક્ષી-સાકિબ તથા આયુષ બાદ નેહા કક્કરે સો.મીડિયામાંથી બ્રેક લેવાની જાહેરાત કરી, પછી પોસ્ટ ડિલીટ કરી

0
17

મુંબઈ. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી પણ આમાંથી બાકાત નથી. હાલમાં જ સતત નેપોટિઝ્મ તથા કેમ્પિંગને લઈ સવાલ થતાં સોનાક્ષી સિંહા, સાકિબ સલીમ તથા આયુષ શર્મા જેવા સેલેબ્સે ટ્વિટરને અલવિદા કહી દીધું છે. આ દરમિયાન જાણીતી સિંગર નેહા કક્કરે પણ સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત કરી હતી પરંતુ પછી તરત જ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.

નેહાએ શું કહ્યું હતું પોસ્ટમાં?

રવિવાર (21 જૂન)ના રોજ નેહાએ પોતાના ઈન્સ્ટા અકાઉન્ટથી સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. સિંગરે ભાવુક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘ફરીથી સૂવા જઈ રહી છું. પ્લીઝ, જ્યારે દુનિયા સારી બની જાય ત્યારે મને ઉઠાડી દેજો. દુનિયા જ્યાં આઝાદી, પ્રેમ, માન, કાળજી, મસ્તી, સ્વીકાર કરનારા હોય અને સારા લોકો હોય. નફરત, ઈર્ષ્યા, નેપોટિઝ્મ, જજમેન્ટ્સ, બોસી લોકો, હિટલર, મર્ડર, સુસાઈડ અને ખરાબ લોકો હોય ત્યાં નથી રહેવું. ગુડ નાઈટ સૂવા જઈ રહી છું. હેરાન ના કરો. મરવા નથી જતી.. માત્ર થોડાં દિવસ માટે દૂર જઈ રહ્યું છે.’ જોકે, આ પોસ્ટ કર્યાંના થોડાંક જ કલાકો બાદ નેહાએ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી અને આ પોસ્ટ ઈન્સ્ટા સ્ટોરીમાં શૅર કરી હતી.

સોનુ નિગમે ભૂષણ કુમારને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીનો માફિયા ગણાવ્યો

સુશાંતના નિધન બાદથી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં મૂવી માફિયા તથા નેપોટિઝ્મને લઈ સવાલો થઈ રહ્યાં છે. હાલમાં જ સોનુ નિગમે પણ ભૂષણ કુમારને સિગિંગ ઈન્ડસ્ટ્રીનો માફિયા કહીને અનેક ખુલાસા કર્યાં હતાં. ત્યારબાદ અદનાન સામી તથા મોનાલુ ઠાકુરે સોનુ નિગમનું સમર્થન કરીને પોતાના વિચાર સામે મૂક્યાં હતાં.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here