મદદ : સોનૂ સૂદ પછી અમિતાભ અને સ્વરા ભાસ્કરને હૈયે રામ વસ્યા, શ્રમિકોને તેમનાં વતન પહોંચાડી રહ્યાં છે

0
5

હાલ ચાલી રહેલ લોકડાઉનમાં શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે સરકારની સાથે અન્ય સેલેબ્સ પણ તેમની પૂરી મદદ કરી રહ્યા છે. સોનુ સૂદ મુંબઈથી શ્રમિકો માટે બસની વ્યવસ્થા કરીને અલગ-અલગ રાજ્યમાં આવેલ તેમના ઘરે પહોંચાડી રહ્યો છે. ત્યારબાદ અમિતાભ બચ્ચને પણ આ વર્કર્સને ઘરે પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરી છે. હવે આ લિસ્ટમાં સ્વરા ભાસ્કરનું નામ પણ સામેલ થયું છે. સ્વરા ભાસ્કર દિલ્હીથી શ્રમિકોને ટ્રેનમાં તેમના વતન પહોંચાડી રહી છે.

લોકોને હેરાન થતા જોઈ તકલીફ પડે છે 

હું ઘરે આરામથી બેઠી છું જ્યારે લાખો શ્રમિકો તેમના ઘરે પરત ફરવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વાત તેને ઘણી ખૂંચી અને શરમ આવી પછી સ્વરાએ આ શ્રમિકોની મદદ કરવાનું નક્કી કર્યું.

દિલ્હીથી ટ્રેનમાં શ્રમિકોને ઘરે પહોંચાડી રહી છે 

મુંબઈથી દિલ્હી આવ્યા બાદ સ્વરાએ શ્રમિકોની મદદ કરવા માટે એક પહેલ શરૂ કરી. તેને તેની ટીમ સાથે મળીને વેબસાઈટ પરથી ડેટા કલેક્ટ કરી તેમનો સંપર્ક કર્યો. દિલ્હી સરકાર સાથે મળીને ફોલો અપ લઈને સુનિશ્ચિત કર્યું કે તેમને તકલીફ વગર ટ્રેનની ટિકિટ મળી જાય. અત્યારસુધી 1350 વર્કર્સને ઉત્તરપ્રદેશ અને બિહાર તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે.

ટ્વિટર પર એક્ટિવ રહી મદદ કરે છે 

ટ્વિટર પર પણ જે લોકો મદદ માગે છે ઘરે જવા તેને સ્વરા જવાબ આપી તરત મદદ કરે છે. નામ અને નંબર લઈને તેમને ટ્રેન સુધી પહોંચાડે છે.

500 જોડી પગરખાં આપ્યા 

સ્વરા ભાસ્કરે વિવિધ સંસ્થાઓ સાથે મળીને વર્કર્સને 500 જોડી પગરખાં વહેંચ્યા છે. તેણે લખ્યું હતું કે, આપણા લાખો વર્કર્સ ભાઈઓ બહેનો ઘણા બધા કિલોમીટર ચાલી રહ્યા છે અને તે પણ ઘણીવાર ખુલ્લા પગે.

https://www.instagram.com/p/CAmq6S3JvRa/?utm_source=ig_embed

પહેલાં પૈસા ભેગા કરી બસનું અરેન્જમેન્ટ કરવા ઇચ્છતી હતી 

સ્વરાએ આમ આદમી પાર્ટીના એમએલએ દિલીપ પાંડેની આ પહેલમાં મદદ કરવા બદલ આભાર માન્યો હતો. દિલીપ પાંડેએ જણાવ્યું કે, શરૂઆતમાં સ્વરા પૈસા જમા કરવા ઇચ્છતી હતી જેથી તે તેનાથી બસની વ્યવસ્થા કરી શકે. મેં તેમને વિનંતી કરી કે તે અમને એ લોકોનું લિસ્ટ આપી દે જેને તે ઘરે મોકલવા ઈચ્છે છે. પછી તેમણે કામ શરૂ કરી દીધું અને અમે હવે વર્કર્સને કોઈ મુશ્કેલી વગર સુરક્ષિત રીતે ઘરે મોકલી રહ્યા છીએ.

સોનુ સૂદથી પ્રેરણા મળી

સ્વરાએ કહ્યું કે, ગ્રાઉન્ડ લેવલ પર આ માઈગ્રન્ટ વર્કર્સની મદદ માટે ઘણા બધા કામ કરી રહ્યા છે, તેનાથી હું પ્રેરિત થઇ છું. ખાલસા, કારવાં-એ-મોહબ્બત જેવી સંસ્થાઓ અને સોનુ સૂદ જેવા વ્યક્તિઓથી પ્રેરિત થઇ છું જેઓ આટલું સારું કામ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here