28 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી લતા મંગેશકર ઘરે પરત ફર્યાં

0
0

મુંબઈ,તા. 9 : ન્યૂમોનિયાનું નિદાન થયા પછી ત્રણ સપ્તાહ પહેલા હોસ્પિટલમાં ખસેડાયેલા લેજન્ડરી ગાયક લતા મંગેશકર સાજા થઇ ઘરે આવી ગયાં છે.


11 નવેમ્બરે શ્ર્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સામે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયેલાં 90 વર્ષની ગાયિકા ટિવટર પોસ્ટ કરી પોતાનાં આરોગ્યની જાણકારી આપી શુભેચ્છકો અને પ્રાર્થના માટે આભાર માન્યો છે.
મંગેશકરે જણાવ્યું છે કે હું 28 દિવસથી બ્રીચકેન્ડી હોસ્પિટલમાં હતી. મને ન્યૂમોનિયા રોગનું નિદાન થયું હતું. લાંબો સમય દાકળ થઇ ઘરે જાઉં એવું ડોક્ટરોએ હોસ્પિટલમાં રોકવા-લંબાવવાનું પસંદ કર્યું હતું. હવે હું માઈ અને બાબાના આશીર્વાદથી ઘરે આવી ગઇ છું. હું મારા શુભેચ્છકોની અત્યંત આભારી છું. તમારી પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ ફળી છે અને હું તમારા દરેકને નમ્રપણે વંદન કરું છું.
પોતાની સારવાર કરનારા ડોક્ટરો તરફ પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here