મહેસાણા : વારસાઇ કરવા રૂ.10 હજારની લાંચ લેતાં મોઢેરાના તલાટી અને કલાર્ક ઝડપાયા

0
0

મહેસાણાઃ મોઢેરામાં પિતાના નામે ચાલતા પ્લોટની વારસાઇ પુત્રના નામે કરી પંચાયતના રેકર્ડમા ચઢાવવાના કામ પેટે રૂ 10 હજારની માગણી કરનાર મોઢેરા ગ્રામ પંચાયતના તલાટીના કહેવાથી લાંચની રકમ સ્વિકારનાર વસુલાત ક્લાર્ક મહેસાણા એસીબીએ ગોઠવેલા છટકામાં ઝડપાયો હતો.એસીબીએ તલાટી અને ક્લાર્ક સામે ગુનો નોંધ્યો હતો.

મોઢેરાના યુવાને ગામમાં પિતાના નામે ચાલતા પ્લોટની વારસાઇ પોતાના નામે કરાવવા મોઢેરા ગ્રામપંચાયતના તલાટીનો સંપર્ક કર્યો હતો.જેમા તલાટી મનુભાઇ કરશનભાઇ ચૌહાણે વારસાઇ કરી પંચાયતના રેકર્ડે ચડાવવાના કામ પેટે રૂ 10 લાખની લાંચ માંગી હતી.લાંચ આપવા ના માગતા યુવાને મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો.જેને આધારે મહેસાણા એસીબીએ ગુરુવારે મોઢેરા ગ્રામપંચાયતમાં જ છટકુ ગોઠવ્યુ હતું.જેમા યુવાન અગાઉ મોબાઇલ પર થયેલી વાતચીત મુજબ પંચાયતમાં પહોંચી તલાટીને મળી કામ બાબતે ચર્ચા કરી લાંચ આપવાની વાત કરી હતી. જેમાં તલાટીએ કહ્યા મુજબ તેમને લાંચના રૂ 10 હજાર વસુલાત ક્લાર્ક રામુજી શુજાજી ઠાકોરને આપતાની સાથે જ એસીબીએ તેને રકમ સાથે ઝડપી લીધો હતો.મહેસાણા એસીબીએ તલાટી મનુભાઇ કરશનભાઇ ચૌહાણ અને ક્લાર્ક રામુજી શુજાજી ઠાકોર સામે ગુનો નોંધયો હતો.

10 મહિના બાદ નિવૃત થવાના હતા
લાંચ લેતા ઝડપાયેલા મોઢેરા ગ્રામપંચાયતના તલાટી મનુભાઇ ચૌહાણને રિટાયર્ડ થવાના માત્ર 10 મહિના જ બાકી હતા અને એસીબી થવાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here