આભાર : ડોક્ટર્સનો આભાર માન્યા બાદ નીતુ સિંહે અંબાણી પરિવારનો આભાર માન્યો, ગાર્ડિઅન એન્જલ્સ કહ્યા

0
9

મુંબઈ. રિશી કપૂરના નિધન બાદ તેમના પત્ની નીતુ સિંહે તેમની મદદ કરનારનો આભાર માન્યો છે. મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં 30 એપ્રિલે અંતિમ શ્વાસ લેનાર રિશીનો ઈલાજ કરનાર ડોક્ટર્સનો નીતુ સિંહે આભાર માન્યો હતો. ત્યારબાદ હવે નીતુ સિંહે તેમના આખા કપૂર પરિવાર તરફથી અંબાણી પરિવારનો આભાર માન્યો છે. મુશ્કેલ પરિસ્થિતિમાં સાથે રહીને પર્સનલી ધ્યાન આપવા બદલ તેમને ગાર્ડિઅન એન્જલ્સ કહ્યા છે.

https://www.instagram.com/p/B_yskFngqkn/?utm_source=ig_embed

નીતુ સિંહે પોસ્ટ શેર કરી લખ્યું કે, એક પરિવાર તરીકે અમારા માટે છેલ્લા બે વર્ષ એક લાંબી જર્ની રહી. તેમાં સારા દિવસો હતા અને ખરાબ દિવસો પણ હતા અને લાગણીથી ભરપૂર હતા. પણ આ જર્ની અમે અંબાણી પરિવારના માપી ન શકાય તેટલા પ્રેમ, સપોર્ટ વગર પૂરી ન કરી શક્યા હોત. છેલ્લા થોડા દિવસોમાં અમે અમારા વિચારો ભેગા કરી રહ્યા છીએ ત્યારે અમે આ પરિવારને આભાર વ્યક્ત કરવા માટે શબ્દો પણ શોધી રહ્યા છીએ કે જેમણે અગણિત રીતે મદદ કરી છે. છેલ્લા સાત મહિનામાં પરિવારનો દરેક સભ્ય અમારા પ્રિય રિશીની સંભાળ રાખવામાં અને બને ત્યાં સુધી તેને ઓછી તકલીફ પડે તે ધ્યાન રાખવામાં તેમનાથી બનતું બધું કરી ચૂક્યા હતા. તે ડોક્ટરની મુલાકાત લઇ રહ્યા છે એ જોવાનું, હોસ્પિટલમાં તેને અનેકવાર પર્સનલી મળવા આવીને પ્રેમ અને ધ્યાન આપવું, જ્યારે અમે ડરી ગયા હોય ત્યારે અમારા હાથ પકડીને અમને તાકાત આપવાનું કામ કર્યું છે. મુકેશ ભાઈ, નીતા ભાભી, આકાશ, શ્લોકા, અનંત અને ઈશા – આ લાંબી જર્નીમાં તમે અમારા ગાર્ડિઅન એન્જલ્સ હતા અને અમે તમારા માટે શું ફીલ કરી રહ્યા છીએ તે ગણી શકાય એમ નથી. તમારા સ્વાર્થવગરના, ક્યારેય અંત ન પામતા સપોર્ટ અને અટેંશન માટે અમે તમારો દિલથી આભાર માનીએ છીએ. તમને અમારા નજીકના લોકોમાં ગણીને અમે ખુદને ખરેખર બ્લેસ્ડ માનીએ છીએ. નીતુ, રિધ્ધિમા, રણબીર અને સમગ્ર કપૂર પરિવાર તરફથી આભાર.

https://www.instagram.com/p/B_wE3Dxg1Z5/?utm_source=ig_embed

રિશી કપૂરના મૃત્યુ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સે તેમની શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નીતુ સિંહ સોશિયલ મીડિયા પર રિશી કપૂરને લઈને તેમના દિલની વાત શેર કરતા રહે છે. રિશી કપૂરની દીકરી રિધ્ધિમાએ પણ પિતાને યાદ કરી લખ્યું હતું કે, પપ્પા તમે પાછા આવી જાઓ. કપૂર પરિવારે ઘરે પ્રાર્થના સભા પણ રાખી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here