મહારાષ્ટ્ર : ભાજપની રાષ્ટ્રપતિ શાસનની માંગ પછી ઉદ્ધવ ઠાકરેએ આજે મહાઅઘાડી નેતાઓની બેઠક બોલાવી

0
5

મુંબઈ. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે સરકારી આવાસ વર્ષા પર મહાવિકાસ અઘાડી ગઠબંધનના સહયોગીઓની બેઠક બોલાવી છે. આ બેઠકનું મહત્વ એટલા માટે છે કે છેલ્લા બે દિવસથી બે મોટા ભાજપના નેતાઓ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને લાવવાની માંગણી કરી ચૂક્યા છે. આ બેઠકમાં ગઠબંધનની ત્રણે પાર્ટીઓ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહે તેવી શકયતા છે.

આ રીતે શરૂ થયો રાજકીય વિવાદ

આ રાજકીય ઉથલપાથલના સમાચારોને ગતિ ત્યારે મળી, જ્યારે 25 મેની સવારે શરદ પવાર મહારાષ્ટ્રના રાજ્યપાલ બીએસ કોશ્યારીને મળવા ગયા ગતા. પવાર અને કોશ્યારીની વચ્ચેની આ બેઠકનું ખુબ જ મહત્વ હતું કારણ કે તે શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહેલા શિવસેના અને રાજ ભવની વચ્ચે છેલ્લા થોડા દિવસોથી મઠાગાંઠના સમાચારો બહાર આવ્યા છે.

ઠાકરે સરકાર પર કોઈ ખતરો નથીઃ શરદ પવાર

મંગળવારે રકાંપા અધ્યક્ષ શરદ પવારે સ્પષ્ટ કહ્યું કે ઠાકરે સરકાર સ્થિર છે. રાજ્ય સરકાર પર કોઈ ખતરો નથી. ઠાકરે સરકારને સમર્થન આપનારી કોંગ્રેસ અને રાકાંપા સરકારની સાથે છે. શિવસેના, રાકાંપા અને કોંગ્રેસ ત્રણે દળ એક છે. પવારે કહ્યું કે સરકારનું લક્ષ્ય કોરોના સંકટમાંથી બહાર નીકળવાનું છે. તેના માટે સંપૂર્ણ તાકાત લગાડવાની છે. રાજ્યપાલે મને ચા પીવડાવવા માટે બોલાવ્યો હતો. પવાર રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ મુખ્યમંત્રી ઠાકરેને મળવા માટે માતોશ્રી બંગલામાં ગયા હતા. સરકાર બનાવ્યા બાદ પવાર પ્રથમ વખત માતોશ્રી ગયા હતા.

રાષ્ટ્રપતિ શાસન માટે ગુજરાત સૌથી ફિટઃ રાઉત

શિવસેના સાંસદ સંજય રાઉતે એ પણ કહ્યું કે રાજ્ય સરકારને કોઈ ખતરો નથી. જો કોઈ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની વાત કરે છે તો તેના માટે ગુજરાત સૌથી ફીટ રાજ્ય છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર વિશે જે ટિપ્પણી કરી તેની મહારાષ્ટ્રના ભાજપના નેતાઓએ વાંચવી જોઈએ. રાજ્યના ભાજપના નેતાઓએ તાત્કાલિક ગુજરાત જઈને સરકારની વિરુદ્ધ આંદોલન કરવું જોઈએ.

સરકાર મજબૂતઃ થોરાટ

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને રેવન્યુ મંત્રી બાલાસાહબ થોરાટે કહ્યું કે રાજ્ય સરકારની સ્થિરતાને લઈને કોઈ શંકા કરવાની જરૂરિયાત નથી. સરકાર મજબૂત છે અને પર્યાપ્ત સંખ્યા છે. સારું કામ થઈ રહ્યું છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને લઈને દિલ્હી અને મુંબઈમાં કોઈ ચર્ચા નથી.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સૌથી નાનો પક્ષ, નિર્ણય ન કરી શકે રાહુલઃ રાહુલ

રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના રાજકારણ સાથે જોડાયેલા એક સવાલના જવાબ પર મંગળવારે કહ્યું હતું કે સરકારનું સમર્થન કરવું અને સરકારને ચલાવવી તે બે અલગ-અલગ વાત છે. ભાજપ મહારાષ્ટ્ર સરકારની નીંદા કરવા માંગે છે તો એમા કોઈ મુશ્કેલી નથી, જોકે રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગે છે તો તેમાં મુશ્કેલી છે. પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ અને પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં અમે પોતાની રીતે નિર્ણય કરી શકીએ છીએ પરંતુ મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર છે, ત્યાં કોંગ્રેસ સૌથી નાનો પક્ષ છે. શિવસેના અને રાકાંપા બંને મોટા પક્ષો છે. અમે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં નિર્ણય લઈ શકીએ છીએ, તેવું અમે મહારાષ્ટ્રમાં કરી શકતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here