બ્રેકઅપ બાદ મહિલાએ એક્સ સાથે શેર કરેલું લવ લોક તોડવા માટે 10,000 કિલોમીટરની સફર કરી

0
12

બ્રેકઅપનો દર્દ ભૂલાવવા માટે અથવા એક્સને પાઠ ભણાવવા માટે લોકો અવનવાં અખતરાં કરતાં હોય છે. અમેરિકામાં રહેતી લેસ્સી યેંગ જરાક હટ કે તરી આવી છે. લેસ્સીએ બ્રેકઅપ બાદ લવ લોક તોડવા માટે 10 હજાર કિલોમીટરનું ટ્રાવેલ કરી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. લેસ્સીએ કાયદેસર આ સફરના અલગ અલગ સ્ટેજની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. હાલ સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ વાઈરલ થઈ રહી છે.

લેસ્સી અને તેના એક્સ બોયફ્રેન્ડે નાનું લોક ખરીદ્યું હતું. તેના પર બંનેના નામ લખી 2019માં સાઉથ કોરિયાના એન સિયોલ ટાવર પર લગાવ્યું હતું. આ ટાવર પર પ્રેમી યુગલ લોક પર નામ લખી હંમેશાં માટે તેમનો પ્રેમ કેદ કરતાં હોય છે.

યેંગ અને તેના બોયફ્રેન્ડનું બ્રેકઅપ થતાં તેણે આ લવ લોક તોડવાની જિદ્દ પક઼ડી લીધી. તે લૉસ એન્જલસથી સાઉથ કોરિયા આ લોક તોડવા આવી. યેંગે તેની 10 હજાર કિલોમીટરની યાત્રા સોશિયલ મીડિયો પર શેર પણ કરી. યેંગનો આ હટકે અંદાજ લોકોને એટલો પસંદ પડ્યો કે તેને 50 લાખથી વધારે વ્યૂઝ મળ્યાં છે.

યેંગે લવ લોક તોડવા માટે પ્લેન, બસ અને કારમાં સફર કરી. યેંગે સેંકડો લવ લોકમાં તેનું લવ લોક શોધી કાઢ્યું. બ્રેકઅપ કર્યા બાદ તે જે કામ માટે સાઉથ કોરિયા આવી હતી ફાઈનલી તેનું અનુકરણ કરતાં તેણે લોક તોડી કાઢ્યું.

તૂટેલા લવ લોક સાથે લેસ્સીનો ફોટો
તૂટેલા લવ લોક સાથે લેસ્સીનો ફોટો

સોશિયલ મીડિયા પર તેના આ નિર્ણયને અનેક લોકોએ આવકાર્યો તો ટ્રોલર્સે તેને ટ્રોલ પણ કરી. કેટલાક લોકોએ તો તેને સાઉથ કોરિયાને બદલે પેરિસમાં જઈને લવ લોક બાંધવા અપીલ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here