સુરત : કેન્સરમાં પત્નીના મોત બાદ પતિએ બેસણાની જગ્યાએ રક્તદાન કેમ્પ યોજ્યો, 12માની વિધિમાં વૃક્ષારોપણ કરશે

0
0

સામાજિક અગ્રણી તથા ખોડલધામ સહિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા પટેલ સમાજના યુવા અગ્રણી પંકજભાઈ સિધ્ધપરાના ધર્મપત્ની હેતલબેન સિધ્ધપરાનું કેન્સરની બીમારીને કારણે તારીખ 25 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. હેતલબેનના અવસાન બાદ બેસણું યોજવાની જગ્યાએ પંકજભાઈ સિધ્ધપરાએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યુ હતું. જેમાં 111 બોટલ રક્ત એકત્ર થયું હતું.

મૃતક હેતલબેન સિધ્ધપરાના મોત બાદ બારમાની વિધિમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.
(મૃતક હેતલબેન સિધ્ધપરાના મોત બાદ બારમાની વિધિમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.)

 

વૃક્ષારોપણ કરાશે

મરણ બાદ સમાજના રીત રિવાજ મુજબ યોજાતાં બેસણાની જગ્યા પર હાલની કોરોનાની મહામારીમાં શહેરમાં લોહીની અછત સર્જાઈ હોવાથી પંકજભાઈ સિધ્ધપરા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મરણ પછીની બારમાંની વિધિમાં વૃક્ષા રોપણનો કાર્યક્ર્મ યોજી સમાજમા એક નવી રાહ ચીંધવાનો સંકલ્પ પંકજભાઈ દ્વારા કરવામાં આવ્યો છે.

રક્તદાન કેમ્પની સાથે કેન્સર સામે જાગૃતિ માટે ફાઉન્ડેશન સ્થાપીને સારવારની સાથે માર્ગદર્શન આપવામાં આવશે.
(રક્તદાન કેમ્પની સાથે કેન્સર સામે જાગૃતિ માટે ફાઉન્ડેશન સ્થાપીને સારવારની સાથે માર્ગદર્શન આપવામાં આવશે.)

 

કેન્સરગ્રસ્તો માટે ફાઉન્ડેશ સ્થાપશે

મૂળ મોટી મોણપરીના વતની અને સુરતમાં સ્થાયી થયેલા પંકજભાઈના ધર્મપત્ની હેતલબેનનું કેન્સરની બીમારીને કારણે અવસાન થયેલ હોવાથી તેમની સ્મૃતિરૂપે સુરતમા એક ફાઉન્ડેશનની સ્થાપના કરી કેન્સર રોગ પ્રત્યે લોકમાં જાગૃતતા લાવવા તથા મહિલાઓમા વધારે થતાં કેન્સર માટેના જવાબદાર તત્વોનું વહેલાસર નિદાન અને સફળતાપૂર્વક સારવાર થઇ શકે એ માટે લોક જાગૃતિ તથા લેબોરેટરી તપાસ થઈ શકે એ હેતુથી એક સેંટર સુરત ખાતે ઉભુ કરવામાં આવનાર છે. જ્યાં દર્દીઓનું વહેલાસર નિદાન કરવામાં આવશે અને એ માટે જરૂરી સારવાર સાથે માર્ગદર્શન આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here