રામવિલાસ પાસવાનના નિધન બાદ પિયુષ ગોયલને સોપવામાં આવ્યો વધારાનો કાર્યભાર

0
0

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ તેમનો કાર્યભાર પિયુષ ગોયલને સોંપાવામાં આવ્યો છે. રામવિલાસ પાસવાનનું ગુરુવારે દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં નિધન થયું. 74 વર્ષના રામવિલાસ પાસવાનની હાલમાં જ હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. પરંતુ ગુરુવારે તેમની તબિયત કથળી અને સાંજે 6.05 વાગે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

રામવિલાસ પાસવાન કેન્દ્ર સરકારમાં ઉપભોક્તા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મામલાના મંત્રી હતા. હવે આ વધારાનો કાર્યભાર પીયૂષ ગોયલ સંભાળશે. પીયૂષ ગોયલની પાસે આ પહેલા રેલ્વે મંત્રાલય અને વાણિજ્ય-ઉદ્યોગ મંત્રાલય છે.

બિહારના રાજકારણના બેતાજ બાદશાહ કહેવાતા દલિત નેતા રામવિલાસ પાસવાન બિહારના પાસવાન એકમાત્ર એવા નેતા છે જે 9 વખત સાંસદ અને સાત વખત કેન્દ્રમાં મંત્રી રહ્યા. તેમને દેશના છ પ્રધાનમંત્રીઓ સાથે કામ કરવાની તક પણ મળી.

કેન્દ્રમાં જ્યારે પણ રામવિલાસ પાસવાન મંત્રી બને તો તેમણે એવું કામ કર્યું છે જેનાથી સરકારની પ્રતિષ્ઠા વધી તો સત્તાધારી પાર્ટીના જનાધારમાં પણ વધારો થયો. રામવિલાસ પાસવાન 1977માં પહેલી વખત સાંસદ બન્યા. ત્યારબાદ તેમને પલટીને જોયું નથી. ત્યારબાદ 1980, 1989, 1996, 1998, 1999, 2004 અને 2014માં જીત પ્રાપ્ત કરવામાં સફળતા મળી. તેમણે 1991ની લોકસભા ચૂંટણીમાં જનતા દળની ટિકિટ પર રોસડા લોકસભા ક્ષેત્રમાંથી જીત નોંધાવી હતી. ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલી ચૂંટણીમાં તેમણે હાજીપુર સીટ પરથી 1984 અને પછી 2009મા બારનો સામનો કરવો પડ્યો હતો.

રામવિલાસ પાસવાન સાત વખત કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા, તેમાં બે વખત અટલ બિહારી વાજપેયી અને બે વખત હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી રહ્યા. 1989થી લઇને અત્યાર સુધી ચંદ્રશેખર અને વીપી નરસિંહા રાવની સરકારને છોડીને કેન્દ્રમાં જે પક્ષની સરકાર બની તેમાં રામવિલાસ પાસવાન મંત્રી ચોક્કસ બન્યા છે. વિશ્વનાથ પ્રતાપ સિંહ, એચડી દેવગૌડા, ઇન્દ્ર કુમાર ગુજરાલ, અટલ બિહારી વાજપેયી, ડૉ.મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદી સરકારમાં પાસવાન મંત્રી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here