સુરત : વરાછામાં એમ્બ્રોઈડરીના કારખાનેદાર વતન ગયા બાદ તસ્કરોએ દોરડા વડે ત્રીજા માળે ચઢી 1.36 લાખની તસ્કરી કરી.

0
5

વરાછા ભવાની સર્કલ નજીક શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજા માળે કારખાનું ચલાવતા કારખાનેદાર પોતાના વતનમાં ગયા હોય છે. જેથી છેલ્લા એક મહિનાથી બંધ એમ્બ્રોઈડરી કારખાનામાં તસ્કરો ત્રાટકે છે. જેની જાણ કારખાનેદારને વતનમાંથી તેના ભાગીદારને કારખાને મોકલ્યા હતાં. જેણે ઓફિસમાં અને કારખાનામાં જઈને જોયું તો સામાન વેરવિખેર અને કોમ્પ્યુટર સહિતના 1.36 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે. સાથે જ કારખાના પાછળ દોરડા લટકતા દેખાયા હોવાનું આસપાસમાંથી જાણવા મળ્યું છે જેના થકી તસ્કરો કારખાનામાં પ્રવેશી ચોરી કરીને નાસી ગયા હોય શકે છે. કોમ્પ્યુટર અન્ય જગ્યાએ વપરાતા હોવાનું તેના સોફ્ટવેર દ્વારા માલૂમ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બંધ કારખાનાને નિશાન બનાવ્યું

કતારગામ ગજેરા સર્કલ નજીક રામજી કૃપા રો હાઉસમાં રહેતા અમીત ભરત કાથરોટીયા (ઉ.વ. 29 મૂળ રહે. ચલાળાગામ, તા. ધારી, જિ. અમરેલી) વરાછા ભવાની સર્કલ સ્થિત શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભાગીદારીમાં એમ્બ્રોઈડરી કારખાનું ચલાવે છે. ગત તા. 19 સપ્ટેમ્બરના રોજ અમીત તેના વતન ગયો હતો અને ત્યાર બાદથી કારખાનું બંધ હતું. ગત તા. 17 ઓક્ટોબરના રોજ વતનથી પરત આવ્યા બાદ ભાગીદાર વિનુ માંડકણા સાથે કારખાને ગયો હતો.

મુદ્દામાલની ચોરી

કારખાનાનો મેઇન દરવાજાનું તાળું ખોલ્યું હતું પરંતુ દરવાજો અંદરથી બંધ હોવાથી શંકા ગઇ હતી અને તુરંત જ બાજુના કારખાનાની ગેલેરીમાંથી પોતાના કારખાનાના પાછળના દરવાજાથી અંદર જતા કારખાનાનો સરસામામ વેરવિખેર પડેલો હતો. ઉપરાંત કારખાનામાંથી બે સીપીયુ, સ્કેનર, અલગ-અલગ કંપનીની પેન ડ્રાઇવ, ટીવી, હાર્ડ ડિસ્ક, 30 નંગ સાડી અને સીસીટીવી ફુટેજનું ડીવીઆર મળી કુલ 1.36 લાખનો મુદ્દામાલ ગાયબ હતો.

સોફ્ટવેરના આધારે તપાસ શરૂ

આજુબાજુના કારખાનાના કારીગરોની પુછપરછ કરતા પાછળના ભાગે દોરડા હતા અને દોરડા લટકતા હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચોરી થયેલા સીપીયુમાં ક્વીક હીલ એન્ટી વાયરસ નામનું સોફ્ટવેર હતું. કારખાનેદારે નવા સીપીયુમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એરર આવતા સોફ્ટવેર કંપનીનો સંર્પક કર્યો હતો. કંપનીએ ચોરી થયેલા સીપીયુનો અન્ય ઠેકાણે ઉપયોગ થઇ રહ્યો હોવાનું જણાવતા પોલીસે તેના આધારે ચોરનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here