અમદાવાદ : સારા પવનને પગલે અમદાવાદમાં જામ્યું આકાશી યુદ્ધ, મુખ્યમંત્રી અને મેયરે પણ પતંગ ચગાવી

0
27

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની વહેલી સવારથી જ ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ ગઈ છે. તેમજ અમદાવાદ માં સવારથી જ સારો પવન રહેતા આકાશમાં રંગબેરંગી પતંગો ચગવા લાગ્યા છે. નાના બાળકો, યુવાઓ અને વૃદ્ધો વહેલી સવારથી જ આકાશી યુદ્ધ ખેલવા માટે ધાબા ઉપર પહોંચી ગયા છે. ધાબા પર એ લપેટ.. કાઈપો છે..ની બૂમો શરૂ થઇ ગઇ છે. ડી.જેની ધૂમ અને પતંગ ચગાવી યુવાનો ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે. પતંગ રસિયાઓએ ધાબા પર તલસાંકળી, શેરડી, બોર, ચિક્કીની પણ મોજ માણી રહ્યા છે.

મુખ્યમંત્રી અને મેયરે કાર્યકરો સાથે પતંગ ચગાવી

જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખોખરા વિસ્તારમાં પતંગ ચગાવીને
ઉત્તરાયણની ઉજવણી કરી છે. ત્યાર બાદ મુખ્યમંત્રી મેયર બિજલ પટેલના પાલડી સ્થિત નિવાસસ્થાને જઈને અને મ્યુનિસિપલ કાઉન્સિલરો અને કાર્યકરો સાથે પતંગ ચગાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here