ઉત્તરાયણ બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત

0
27

ગાંધીનગર: હાલ ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી ઓછી થઈ છે જેને કારણે ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સોમવારે અને મંગળવારે એટલે કે આજે અને આવતીકાલે તાપમાનમાં વધારો થયા બાદ ઠંડી ફરી પરત ફરશે. અમદાવાદમાં આજનું તાપમાનમાં 18 ડિગ્રીની આસપાસ રહેશે.

Met વિભાગે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. દક્ષિણ પાકિસ્તાન તેમજ પાડોશી દેશો પર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યાર બાદમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થશે તેવો ઉલ્લેખ  કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here