સુરત : CCTV : બાળકી સાથે હેવાનિયત : દુષ્કર્મ બાદ સગીરાનું માથું છૂંદી ઝાડીમાં ફેંકી દીધી : 2 ની ધરપકડ.

0
10

સુરતના પાંડેસરામાં દસ વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. આરોપીઓએ બાળકી સાથે રેપ કરી, બાળકીને માથામાં પથ્થર મારી લાશને ઝાડીમાં ફેંકી દીધી હતી. આ મામલે પોલીસે બે હેવાનોની ધરપકડ કરી છે.

પાંડેસરા ભેદવાડ વિસ્તારમાં રહેતી 10 વર્ષીય બાળકીને તેણીના પિતા દરરોજની જેમ સોમવારે સવારે પણ ઘર નજીક રહેતા કાકાને ઘરે મૂકી નોકરીએ ગયા હતા. પિતા સવારે 10થી 3 વાગ્યા સુધી નોકરી જાય ત્યાં સુધી બાળકી કાકાના ઘરે રહે છે. ત્યારબાદ બપોરે પરત ઘરે ચાલી જાય છે. આજે પણ પિતા 10 વર્ષીય પુત્રીને ભાઈના ઘરે મૂકી નોકરીએ ગયા હતા. જો કે, બપોરે નોકરીએ પરત આવ્યા બાદ મોડી સાંજ સુધી પણ પુત્રી ઘરે પરત નહીં ફરતાં પિતાએ શોધખોળ હાથ ધરી હતી.

સોમવારે બપોરે સગીરા ગુમ થઈ હતી. પરિવારે તેની શોધખોળ કરી પરંતુ તે મળી ન હતી. રાત્રે આશરે 9 વાગે પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસે સીસી કેમેરા જોયા ત્યારે સગીરા કોઈની સાથે જતી દેખાઈ હતી. જેની સાથે જતી દેખાઈ તે દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફ ડિંગ્યા જીભો બૈસાણેને પોલીસે ઓળખી લીધો હતો. લોકોએ જ પ્રદીપને પકડી પોલીસને સોંપ્યો હતો.

ધરપકડ બાદ દિનેશે પોલીસ પાસે કબૂલી લીધું કે તેણે બાળકીને મારી લાશ ઝાડીમાં ફેંકી દીધી છે. તેથી રાત્રે 10 વાગે પોલીસ આરોપીને લઈ સગીરાના મૃતદેહ પાસે પહોંચી હતી. આરોપીએ બાળકી સાથે બળાત્કાર કરીને તેના માથામાં પત્થર મારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હતી. તેણે કબુલાત કરી કે તેની સાથે આનંદ નામનો યુવક પણ હતો. પોલીસે આનંદને પકડી લીધો છે. અધિક પો.કમિશનર મુલિયાનાએ જણાવ્યું કે, દુષ્કર્મ થયું હોય તેવું હાલ કહી શકાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here