Monday, December 5, 2022
Homeસુરતસુરત : કારમાંથી રૂપિયા પકડાયા બાદ ભાગતો શખ્સ CCTVમાં થયો કેદ

સુરત : કારમાંથી રૂપિયા પકડાયા બાદ ભાગતો શખ્સ CCTVમાં થયો કેદ

- Advertisement -

કારમાંથી રૂપિયા પકડાયા બાદ ભાગતો શખ્સ CCTVમાં થયો કેદ
કોંગ્રેસના સેક્રેટરી બી. એમ. સંદીપ હોવાનું રહ્યું છે કહેવાય
કોંગ્રેસ દ્વારા તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક વિધાનસભા વિસ્તારની અંદર સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સુરત શહેરમાંથી શંકાસ્પદ વાહનમાંથી 75 લાખ મળી આવ્યા હતા. કારમાંથી કોંગ્રેસનું સાહિત્ય પણ મળી આવ્યું હતું. જેને લઇ તે રૂપિયા કોંગ્રેસના હોવાની ચર્ચા ચર્ચાઈ રહી હતી. આ મામલે 2 વ્યક્તિની ને પકડી પાડવામાં આવ્યા હતા જયારે એક વ્યક્તિ ભાગવામાં સફળ થઈ ગયો હતો. ત્યારે આ ભાગતા વ્યક્તિના જે પ્રકારના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. તેને લઈને રાજકીય રીતે ભારે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. ભાગતો વ્યક્તિ કોંગ્રેસના સેક્રેટરી બી.એમ.સંદીપ હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, કોંગ્રેસ દ્વારા તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular