‘આર્ટીકલ 15’ ફિલ્મ સામે બ્રહ્મ સમાજનો રોષ શાંત થઈ ગયો છે. આ ફિલ્મ જોયા બાદ બ્રહ્મ સમાજ અને કરણી સેનાના આગેવાનોએ ફિલ્મનો વિરોધ ન કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે બ્રહ્મ સમાજના આગેવાન યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, ગઈકાલે અનુભવસિંહા(ડિરેક્ટર) સાથે વાત થઈ અને સેન્સર બોર્ડે 5 કટ માર્યાં હતા. જેમાં બ્રહ્મ સમાજને ખરાબ ચીતરવાની વાત હતી તે દૂર થઈ ગઈ છે. હવે સમાજને કોઈ વાંધો નથી. તમામ સમાજની સાથે પોલીસ અને સેન્સર બોર્ડનો પણ આભાર માન્યો હતો. આમ છતાં પણ બ્રહ્મસમાજને વાંધો પડે એવું કંઈ નથી, જો કોઈને પણ એવું લાગતું હોય તો ફિલ્મ જોઈ લેવી જોઈએ.