અમદાવાદ : નિકોલમાં લૂંટ બાદ બેખોફ બદમાશોએ યુવકને ચાકુ મારી ફરાર

0
22

અમદાવાદ શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. બેખોફ બનેલા બદમાશોએ રાહદારીને આતંરી, ચાકુની અણીએ લૂંટ ચલાવી હતી. અટલું જ લૂંટ બાદ આરોપીઓએ યુવકને ચાકુ મારી રિક્ષામાં બેસી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. તો બીજી તરફ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. હાલ આ મામલે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, નિકોલમાં રહેતા ધનજીભાઈ પટેલ ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ તેઓના ઘરેથી નીકળી મલબાર બંગલોની સામે ખુલ્લા પ્લોટમાં ઓરડી બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તેઓ ત્યાં કામ જોવા માટે પહોંચ્યા હતા. સાંજના સામે તેઓ તેમના બાપુજીના દીકરા ભરત સાથે ઊભા રહીને કોન્ટ્રાક્ટ બાબતે ચર્ચા કરી રહ્યા હતા તે દરમિયાન ચાર જેટલા અજાણ્યા ઇસમો તેમની પાસે આવ્યા હતા.

ચારેય ભરતભાઈને માર મારવા લાગ્યા હતા. બાદમાં એક ઈસમે તેની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર ફરિયાદીને પેટના નીચેના ભાગે મારીને તેમની સોનાની ચેન લૂંટીને આરોપીઓ રિક્ષામાં ફરાર થઈ ગયા હતા.

બાદમાં ઇજાગ્રસ્ત ફરિયાદીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે લુંટારૂઓ સુધી પહોંચવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here