શામળાજી મંદિર બાદ હવે અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરનારને પ્રવેશ નહીં મળે.

0
5

ગુજરાતના પ્રસિદ્ધ શામળાજી મંદિર બાદ હવે અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરનારને પ્રવેશ નહીં મળે. ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરવા વિનતી કરાઈ છે અને મંદિરના પ્રવેશ દ્રાર પર બોર્ડ લગાવાયા છે.

આ પહેલા અરવલ્લી જિલ્લામાં આવેલ યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટે પણ ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રિકોને મંદિરમાં દર્શન માટે પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. અને જો યાત્રિકને મંદિરમાં દર્શન કરવા હશે તો મંદિર ટ્રસ્ટની ઓફીસમાંથી પીતાંબર લઈ તેને પહેરી દર્શન માટે પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે.

નોંધનીય છે કે, આ પહેલા ગુજરાતના સુપ્રસિદ્ધ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ટૂંકા વસ્ત્રો પહેનાર દર્શનાર્થનીઓને શામળાજી વિષ્ણુ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અને મંદિર પરિસર અને મંદિર પ્રવેશદ્વાર આગળ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. મંદિરના નિર્ણયથી અજાણ કોઈ શ્રદ્ધાળુ મહિલા કે પુરુષ દર્શનથી વંચીત ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા કપડાંની સુવિધા ઉભી કરવામાં આવી છે.

આ નિર્ણય સ્ત્રી અને પુરુષો શ્રદ્ધાળુઓને લાગુ કરવામાં આવ્યો છે. શામળાજી મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલ બોર્ડ પર સૂચના લખાઈ છે કે, દર્શને આવતા ભાઈઓ તથા બહેનોનો વિનંતી કે, ટૂંકા વસ્ત્રો તથા બરમુડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરવુ નહિ. તેમજ માસ્ક પહેરવુ પણ ફરજિયાત છે શોર્ટ કપડાં પહેરી આવેલા દર્શનાર્થીઓ માટે ટ્રસ્ટીઓ વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પુરુષો માટે ધોતી અને પીતામ્બર તેમજ મહિલાઓ માટે સલવાર જેવા વસ્ત્રો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેથી ટૂંકા વસ્ત્રો પહેરી દર્શનાર્થે પહોચલ શ્રદ્ધાળુઓ દર્શન થી વંચીત ન રહે તેનું ધ્યાન રખાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here