Tuesday, September 21, 2021
Homeમમ્મી શિલ્પા શેટ્ટીના નિવેદન બાદ દીકરા વિઆને સો.મીડિયામાં પહેલી પોસ્ટ શૅર કરી
Array

મમ્મી શિલ્પા શેટ્ટીના નિવેદન બાદ દીકરા વિઆને સો.મીડિયામાં પહેલી પોસ્ટ શૅર કરી

19 જુલાઈના રોજ રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પહેલી ઓગસ્ટે ફર્સ્ટ ટાઇમ શિલ્પા શેટ્ટીએ આ અંગે નિવેદન આપ્યું હતું. શિલ્પાએ સો.મીડિયામાં પોતાનું સ્ટેટમેન્ટ શૅર કર્યું હતું. શિલ્પાના સ્ટેટમેન્ટ બાદ હવે દીકરા વિઆને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. જોકે, વિઆનનું અકાઉન્ટ વેરીફાઇડ નથી.

શું છે પોસ્ટમાં?

વિઆને મમ્મી શિલ્પા શેટ્ટી સાથેની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં વિઆન તથા શિલ્પા ખુશમિજાજ મૂડમાં જોવા મળે છે. આ તસવીરો સાથે વિઆને કોઈ જ કેપ્શન આપ્યું નથી. અન્ય એક પોસ્ટમાં વિઆને મમ્મી શિલ્પાનું નિવેદન શૅર કર્યું હતું.

2012માં જન્મ

વિઆનનો જન્મ 21 મે, 2012માં થયો હતો. શિલ્પા તથા રાજનો દીકરો વિઆન માત્ર 9 વર્ષનો છે, પરંતુ તે જે રીતે વર્કઆઉટ કરે છે, તે જોઈને તમામ લોકો નવાઈમાં મૂકાઈ જાય છે. વિઆન બેક ફ્લિપમાં માસ્ટર છે. 9 વર્ષની ઉંમરમાં જ વિઆને સિક્સ પેક એબ્સ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિઆન બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફને પોતાનો આઇડલ માને છે. ટાઈગર શ્રોફની જેમ જ વિઆન પણ સ્ટંટ કરતો હોય છે. વિઆન મમ્મી શિલ્પાની જેમ જ જીમ તથા યોગ કરતો હોય છે.

શિલ્પાએ પોતાના નિવેદનમાં શું કહ્યું હતું?

શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં કહ્યું હતું, ‘હા, છેલ્લા થોડા દિવસ દરેક રીતે પડકારજનક રહ્યા છે. ઘણી જ અફવાઓ તથા આરોપો મૂકવામાં આવ્યા. મીડિયાએ ઘણી જ ખોટી રીતે મારી પર લાંછન લગાવ્યું અને કહેવાતા શુભેચ્છકોએ પણ આમ જ કર્યું. બહુ જ ટ્રોલ કરવામાં આવી અને સવાલો ઉઠાવવામાં આવ્યા. માત્ર મારી પર નહીં, પરંતુ મારા પરિવાર પર પણ. મારું સ્ટેન્ડ… મેં હજી સુધી આ અંગે કોઈ કમેન્ટ કરી નથી.

હું મારું વર્તન આ જ રીતનું રાખીશ, કારણ કે આ કેસ કોર્ટમાં છે, આથી જ મહેરબાની કરીને મારા વતી ખોટી વાતો ફેલાવશો નહીં. હું સેલિબ્રિટી તરીકેની મારી ફિલોસોફી, ‘ક્યારેય ફરિયાદ કરવી નહીં અને ક્યારેય ખુલાસો આપવો નહીં’ને અનુસરીશ. હું એમ જ કહીશ કે આ કેસમાં હજી તપાસ ચાલુ છે. મને મુંબઈ પોલીસ તથા ભારતીય કાયદા પર પૂરો વિશ્વાસ છે.

પરિવાર તરીકે અમે કાયદાની મદદ લઈ રહ્યા છીએ, પરંતુ ત્યાં સુધી હું તમને વિનંતી કરું છું, ખાસ કરીને માતા તરીકે મારાં બાળકોને ખાતર અમારી પ્રાઇવસીને માન આપો અને વિનંતી કરું છું કે સત્યતા તપાસ્યા વગર ક્યારેય અડધી માહિતી છાપો નહીં. હું ગર્વથી ભારતીય નાગરિકનું પાલન કરતી વ્યક્તિ છું અને છેલ્લાં 29 વર્ષથી પ્રોફેશનલ લાઇફમાં ઘણી જ મહેનત કરું છું. લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો છે અને હું તેમનો વિશ્વાસ ક્યારેય તોડીશ નહીં.

તેથી સૌથી મહત્ત્વનું, હું વિનંતી કરું છું કે આ સમયમાં મારા પરિવાર તથા મારા પ્રાઇવસીના મારા અધિકારને માન આપો. અમને મીડિયા ટ્રાયલની જરૂર નથી. મહેરબાની કરીને કાયદાને તેનું કામ કરવા દો. સત્યમેવ જયતે. હકારત્મકતા તથા કૃતજ્ઞતા સાથે – શિલ્પા શેટ્ટી કુંદ્રા.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments