Sunday, November 28, 2021
Homeશિક્ષકો બાદ હવે પોલીસ મેદાનમાં..! પગારનો ગ્રેડ વધારવાની માંગ
Array

શિક્ષકો બાદ હવે પોલીસ મેદાનમાં..! પગારનો ગ્રેડ વધારવાની માંગ

વર્ષની એક પણ રજા નહીં.. વાર નહી તહેવાર નહી…તોય ગ્રેડ પે 1800 જ શિક્ષકોને યુનિયન છે સરકાર ઝૂકી ગઈ..પોલીસને કઈ નહી..

રાજ્યમાં શિક્ષકોનો પગાર વધાર્યા બાદ કોરોના વોરિયર્સ પોલીસ પણ મેદાને ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. તેમને પણ પગાર વધારાની માગણી કરી છે. શિક્ષકોની લડતને મળેલી સફળતા બાદ પોલીસમાં પણ ગ્રેડ પે ને લઈને  સોશિયલ મીડિયા “2800 ગ્રેડ પે અમારો અધિકાર” પોસ્ટ વહેતી થઈ છે.

રાજ્યમાં દિન રાત ખડેપગે રહેતી પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલના પગારનો ગ્રેડ ઓછો હોવાથી તેમને પોતાનો અવાજ સોશિયલ મીડિયા પર દર્શાવ્યો છે. રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયાનો ગ્રેડ મળે છે અને હેડ કોન્સ્ટેબલને 2000 રૂપિયાનો ગ્રેડ મળે છે. આ ગ્રેડમાં વધારા માટે હવે પોલીસ મેદાને છે.

એટલું જ નહીં જો માંગણી નહીં સંતોષાય તો 31મી જુલાઈથી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. રાજ્યસરકારે શિક્ષકોના ગ્રેડ પે ઘટાડવાના પરિપત્રને હાલ પૂરતો મોકૂફ રાખતાં પોલીસમાં ગ્રેડ પે મુદ્દે ગણગણાટ શરૂ થયો છે. સરકારના શિક્ષકો અંગેના નિર્ણય બાદથી પોલીસ કર્મચારીઓએ તેમજ પોલીસની તરફેણમાં લોકોએ સોશિયલ મીડિયા પોસ્ટ વહેતી કરી હતી.

સોશ્યલ મીડિયામાં ફરતી થયેલી પોસ્ટમાં Police #2800#ના મથાળા હેઠળ નીચે લખ્યું છે કે, વર્ષની એક પણ રજા નહીં…. વાર નહી તહેવાર નહી…. તોય ગ્રેડ પે 1800 જ શિક્ષકોને યુનિયન છે સરકાર ઝૂકી ગઈ…..પોલીસને કઈ નહી આમ ગ્રેડ પેના મુદ્દે એક વિવાદ શાંત થયો તો પોલીસની નારાજગી સોશિયલ મીડીયામા છતી થઈ છે.

શિક્ષકોના આંદોલન બાદ રાજ્ય સરકારે વિવાદિત પરિપત્રને રદ કર્યો

પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994થી સરકાર દ્વારા 9 વર્ષની નોકરી બાદ 4200 ગ્રેડ પે આપવામાં આવતો હતો. પરંતુ ગુજરાત સરકારે 2019માં એક એવો પરિપત્ર જાહેર કર્યો જેમાં 2010 બાદ જે શિક્ષકો ભરતી થયા હોય તેમને 9 વર્ષની નોકરી બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે જ મળશે. જેની સામે શિક્ષકોએ પોતાને અન્યાય થયો હોવાનું જણાવીને આંદોલન શરૂ કર્યું હતું.

જોકે આ વચ્ચે શિક્ષકોના આંદોલનનો સુખદ અંત લાવતા સરકારે શિક્ષકોના ગ્રેડ ડાઉન અંગેનો નવો પરિપત્ર હાલ કોઈ નીતિ વિષયક નિર્ણય ન લેવાય ત્યાં સુધી રદ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments