દુર્ઘટના બાદ કેસરી ધ્વજા જગત મંદિરના શિખર પર આરોહણ કરવામાં આવી

0
0

દ્વારકાના જગત મંદિર પર ગત મંગળવારે કડાકાભડાકા સાથે પડેલ વરસાદ બાદ જગત મંદિર પર આકાશી વીજળી પડી હતી. જેમાં મંદિરની ધ્વજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું. જગત મંદિર પર વીજળી પડયા બાદ ધ્વજા આરોહરણ અડધી કાઠીએ થતું હતું. ભારતીય પુરાતત્વ વિભાગ અને ધ્વજા સમિતિએ ધ્વજા અને દંડના નુકસાન અંગેનો સર્વે કર્યો હતો અને શનિવારે 15 જેટલા અનુભવી કારીગરોએ જગત મંદિરના શિખર પર રીપેરીંગ કામ હાથ ધર્યું હતું. રવિવારે પહેલી કેસરી ધ્વજા જગત મંદિરના શિખર પર આરોહણ કરવામાં આવી હતી. ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

પહેલી કેસરી ધ્વજા જગત મંદિરના શિખર પર આરોહણ કરવામાં આવી
15 જેટલા અનુભવી કારીગરો દ્વારા દ્વારકાના જગત મંદિર પર ધ્વજા શિખર પાસેની પાટલી અને સ્તંભ પર ત્રણ નવી તાંબાની રીંગ બેસાડી લાઈટિંગ અરેસ્ટર જે વીજળીને સ્કેપચર કરી શકે તે ફીટ કરી આજે રવિવારના રોજ પહેલી કેસરી ધ્વજા જગત મંદિરના શિખર પર આરોહણ કરવામાં આવી હતી. ધ્વજા આરોહણ કરાતાં ભાવિક ભક્તોએ આનંદ વિભોર બની આ સ્મૃતિને દુરથી કેમેરામાં કેદ કરી હતી.

ગૂગળી બ્રાહ્મણ વત્સલ પુરોહિતે જણાવ્યું હતું કે, મંગળવારે દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં વિજળીને પરમાત્માએ પોતાના મસ્કત ઉપરથી પોતાના ચરણમાં સમાવી દીધી અને ત્યારબાદ ધ્વજા નીચેના સ્થભ પર આરોહણ થતી હતી. જ્યારે હવે તમામ એજન્સીઓએ ચેક કરી ધ્વજાની બધી જ વસ્તુઓ ખૂબ સુંદર અને મજબૂત રીતે તૈયાર કરી શનિવારે બપોર સુધીમાં 15 અનુભવી કારીગરો દ્વારા કામ પૂર્ણ થયું હતુ અને રવિવારે પ્રથમ કેશરી ધ્વજા દ્વારાકાધિશ મંદિરના નિયત સ્થાન પર આહોરણ થઈ ગઈ હતી.

વિજળી પડ્યા બાદ ધ્વજા નીચેના સ્થભ પર આરોહણ થતી હતી
ગયા મંગળવારે દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં, જગતમંદિરની ધ્વજા પર વીજળી પડતા દંડને નુકસાન થયું હતું. ધ્વજા પર વીજળી પડતો લાઈવ વીડિયો પણ વાઈરલ થયો હતો. જ્યારે લોકો માની રહ્યા છે કે, ભગવાન દ્વારકાધીશજીએ જ દ્વારકા શહેર પરની ઘાત ટાળી દીધી. સ્વભાવિક છે કે, આ વીજળી મંદિર આસપાસના રહેણાંક વિસ્તારમાં પડી હોતો તો સંભવિત જાનહાનિ થઈ હોત. ધ્વજા પર વિજળી પડ્યા બાદ ધ્વજા નીચેના સ્થભ પર આરોહણ થતી હતી. ત્યારબાદ પુરાતત્વ વિભાગ અને ધ્વજા સમિતિએ ધ્વજા અને દંડને થયેલા નુકસાનનો સર્વે કર્યો હતો અને 15 જેટલા અનુભવી કારીગરો દ્વારા જગત મંદિરના શિખર પર રીપેરીંગ કામ હાથ ધરાયું હતું. જ્યારે રવિવારે પહેલી કેસરી ધ્વજા જગત મંદિરના શિખર પર આરોહણ કરવામાં આવી હતી.

મંદિરના શિખર પર 52 ગજની ધજા ફરકાવવાની પરંપરા
દ્વારકાધીશ મંદિર પર આકાશી વીજળી પડી ત્યારથી દિવસમાં પાંચ વખત ધ્વજા ફરકાવવામાં આવે છે. મંદિરના શિખર પર 52 ગજની ધજા ફરકાવવાની પરંપરા છે. જેને શ્રદ્ધાળુઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે. ધજા ફરકાવવા માટે વર્ષ 2023 સુધીનું એડવાન્સ બૂકિંગ થઈ ચુક્યું છે. નવું બૂકિંગ અત્યારે બંધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ મંદિર તથા ધજાને લગતી કેટલીક રસપ્રદ બાબતો જોડાયેલી છે, જેમાં દિવસમાં પાંચ વખત ધજા ફરકાવવાનો સમય, 52 ગજની ધજા પાછળની કહાની, ચંદ્રમા અને સૂર્યના પ્રતીકનું મહત્વ, ધજા ફરકાવવાની જવાબદારી કોની છે તથા તેના બૂકિંગની પદ્ધતિ વગેરેનો સમાવેશ થાય છે.

અબોટી બ્રાહ્મણોનો ધ્વજારોહણ પર એકાધિકાર
દ્વારકાધીશની મંગલા આરતી સવારે 7.30 વાગે, શ્રૃગાર સવારે 10.30 વાગે, ત્યારબાદ સવારે 11.30 વાગે, તથા સાંજની આરતી 7.45 વાગે તેમ જ શયન આરતી 8.30 વાગે થાય છે. આ સમય દરમિયાન ધ્વજા ચડાવવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગુગલી બ્રાહ્મણ કરાવે છે. પૂજા બાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ ધજા ચડાવે છે.

ધ્વજા બદલવા માટે એક મોટો કાર્યક્રમ યોજાય છે. જે પરિવાર ધ્વજા સ્પોન્સર કરે છે તેઓ ત્યાં આવે છે. તેમના હાથમાં ધ્વજા હોય છે. તે ભગવાનને સમર્પિત કરવામાં આવે છે. ત્યાંથી અબોટી બ્રાહ્મણ તેને લઈ ઉપર જાય છે અને ધ્વજા બદલે છે. નવી ધ્વજા ચડાવ્યા બાદ જૂની ધ્વજા પર અબોટી બ્રાહ્મણોનો હક હોય છે.તેના કપડાંથી ભગવાનના વસ્ત્રો વગેરે તૈયાર કરવામાં આવે છે.

દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધ્વજા જ શા માટે?
દ્વારકાધીશ મંદિર પર ફરકાવવામાં આવતી ધ્વજા અનેક કિલોમીટર દૂરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે આ ધ્વજા 52 ગજની હોય છે. 52 ગજની આ ધ્વજા પાછળ અનેક લોકમાન્યતા છે. કેટલાક લોકોનું માનવું છે કે દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. તે સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લાગતા હતા. મુખ્ય ભગવાન કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન આ ચાર ભગવાનોના મંદિર હજું પણ બનેલા છે. જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોના પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે.

અન્ય એક લોકમાન્યતા છે કે 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે. ત્રીજી માન્યતા પ્રમાણે દ્વારકામાં એક સમયે 52 દ્વાર હતા. તે પણ પ્રતીક છે. મંદિરની આ ધજા ખાસ દરજી જ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જ્યારે ધજા બદલવાની પ્રક્રિયા થાય છે તે સમયે તેને જોવા પર પ્રતિબંધ હોય છે.

ધ્જાવ પર ચંદ્રમા અને સૂર્યનું પ્રતીક
દ્વારાકાધીશ મંદિરની ઉપર ફરકાવવામાં આવેલી ધ્વજામાં સૂર્ય અને ચંદ્રમાનું પ્રતીક છે. માન્યતા છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા રહેશે ત્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે.દ્વારકાધીશ હિન્દુઓના મુખ્ય ધાર્મિક સ્થળો પૈકી એક છે. દ્વારકા હિંદુ ધર્મમાં ચારધામની તીર્થ યાત્રા પૈકી એક છે. દ્વારકામાં દ્વારકાધીશ કૃષ્ણનું મંદિરમાં દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર તે જગ્ય પર છે, જ્યાં હજારો વર્ષ અગાઉ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધ્વજા પૂજાનું વિશેષ મહત્વ છે. આ ધ્વજાની વિશેષતા એ છે કે હવાની દિશા જે પણ હોય આ ધ્વજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાય છે.

ધ્વજારોહણ માટે વર્ષ 2023 સુધી એડવાન્સ બૂકિંગ
ભક્તો ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ધ્વજા અર્પણ કરે છે અને એવું માનવામાં આવે છે કે ભગવાન તેમની ઉપર આશીર્વાદ વરસાવે છે. આ જ કારણ છે કે અનેક શ્રદ્ધાળુઓ ધ્વજા અર્પિત કરે છે. ધ્વજા અર્પણ કરવા માટે એડવાન્સ બૂકિંગ કરવામાં આવે છે. દ્વારકા મંદિરમાં સેવા અને પૂજાના પ્રભારી ગુગલી સમાજના ટ્રસ્ટી વત્સ્યલભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, ધવજા ચડાવવાનું બૂકિંગ આગામી બે વર્ષ એટલે કે વર્ષ 2023 સુધી થઈ ચુક્યું છે. વર્તમાન સમયમાં બૂકિંગ છ મહિના માટે બંધ છે. બૂકિંગ ફોન મારફતે પણ કરી શકાય છે.

દ્વારકા મંદિરના અનેક પરચા પણ લોકવાયકા સ્વરૂપે લોકોમાં પ્રસિદ્ધ
દ્વારકા મંદિરના અનેક પરચા પણ લોકવાયકા સ્વરૂપે લોકોમાં પ્રસિદ્ધ છે. 1965માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાને હૂમલાનો પ્રયાસ કર્યો ત્યારે દ્વારકામાં એક પણ બોમ્બ ફૂટ્યો નહોતો. ત્યાર બાદ 1998માં કંડલામાં આવેલા વાવાઝોડામાં કંડલા અને જામનગરમાં ભારે નુકસાન થયું હતુ, પરંતુ દ્વારકામાં મોટુ નુકસાન આવ્યું નહોતું. 2001માં ધરતીકંપમાં પણ કચ્છમાં ભારે તારાજી સર્જાઇ હતી, પરંતુ દ્વારકામાં એવું મોટુ ખાસ નુકસાન નોંધાયું નહોતું. આ માત્ર અને માત્ર દ્વારકાધીશના કારણે જ શક્ય બન્યું હોવાનું સ્થાનિકોની આસ્થા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here