ગુડ ન્યૂઝ : જોડિયાં બાળકો બાદ કરણવીર બોહરાના ઘરે બીજીવાર પારણું બંધાશે, પત્ની ટીજેએ જન્મદિવસ પર ખાસ ભેટ આપી

0
7

કરીના કપૂર-સૈફ, અનુષ્કા-વિરાટ બાદ હવે કરણવીર બોહરા તથા ટીજેએ પણ ચાહકો સાથે ગુડ ન્યૂઝ શૅર કર્યા છે. બે ટ્વિન્સ દીકરીઓ વિએના તથા બેલા બાદ હવે ટીજે બીજીવાર પ્રેગ્નન્ટ છે. કરણવીર બોહરાએ પોતાના જન્મદિવસ પર સોશિયલ મીડિયામાં આ અંગેની પોસ્ટ શૅર કરી હતી.

ટીવી એક્ટ્રેસ તથા એન્કર ટીજે સિંધુએ પતિ કરણને જન્મદિવસ પર આ સરપ્રાઈઝ આપી હતી અને ત્યારબાદ એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર પત્નીની પ્રેગ્નન્સી અંગે વાત કરી હતી. કરણે કહ્યું હતું, દુનિયામાં બાળકો આપણાં દ્વારા આવે છે પરંતુ આ બધું ભગવાનના હાથમાં હોય છે. તે એક મહાન નિર્માતા છે અને દરેક નાની નાની બાબતોનું ધ્યાન રાખે છે. આપણે તો માત્ર માધ્યમ છીએ. તેમના આશીર્વાદની હું રાહ જોઈ રહ્યો છું. આભાર અમારી દુનિયામાં આ સુંદર સરપ્રાઈઝ આપવામાટે. અમે બહુ જ ગ્રેટફુલ છીએ કે ભગવાને અમને બીજીવાર પેરેન્ટ્સ બનવાની તક આપી. આ મારા માટે સૌથી સારી જન્મદિવસની ભેટ છે.

https://www.instagram.com/p/CEbP8SSgdvr/?utm_source=ig_embed

શૅર કરેલી તસવીરમાં કરણવીર પત્ની સાથે માટીમાંથી બેબી બનાવતો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે કરણે 2006માં ટીવી એક્ટ્રેસ ટીજે સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 10 વર્ષ બાદ એટલે કે વર્ષ 2016માં 19 ઓક્ટોબરે ટીજેએ જોડિયાં દીકરીઓને જન્મ આપ્યો હતો.

અનુષ્કા-કરીના પ્રેગ્નન્ટ

કરીના કપૂર બીજીવાર પ્રેગનન્ટ છે. તે આવતા વર્ષે બીજા બાળકને જન્મ આપશે. અનુષ્કાએ તાજેતરમાં જ પહેલા બાળક અંગે ખુશખબરી આપી હતી. અનુષ્કા આવતા વર્ષે જાન્યુઆરીમાં પહેલા બાળકને જન્મ આપશે.

https://www.instagram.com/p/CEYZINOpd53/?utm_source=ig_embed

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here