Sunday, March 16, 2025
HomeNATIONALNATIONAL : પાણી બાદ હવે દિલ્હીના અનેક વિસ્તારમાં વીજ સંકટ, મંત્રી આતિશીએ...

NATIONAL : પાણી બાદ હવે દિલ્હીના અનેક વિસ્તારમાં વીજ સંકટ, મંત્રી આતિશીએ જણાવ્યું કારણ

- Advertisement -

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની ગંભીર સમસ્યા છે. ત્યારે હવે પાણી બાદ દિલ્હીમાં વીજળી સંકટ પણ ઘેરું બન્યું છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ તેની જાણકારી આપી છે. આતિશીએ કહ્યું કે, યુપીના મંડોલામાં પીજીસીઆઈએલના એક સબ-સ્ટેશનમાં આગ લાગી ગઈ છે. આ સબ-સ્ટેશનમાંથી દિલ્હીને 1500 મેગાવોટ વિજળી મળે છે. આતિશીએ જણાવ્યું કે, મંડોલા સબ-સ્ટેશનમાં આગ લાગવાના કારણે દિલ્હીના અનેક વિસ્તારમાં પાવર કટ થયો છે. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ ખૂબ જ ચિંતાજનક વાત છે કે, હાલના સમયમાં દેશનો ઈલેક્ટ્રોસિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેલ થઈ ચૂક્યો છે.

 

આતિશીએ જણાવ્યું કે, 2:11 વાગ્યાથી દિલ્હીના અનેક વિસ્તારમાં પાવર કટ થયો છે. તેનાથી પૂર્વ દિલ્હીનો ઘણો ભાગ, ITOનો ભાગ, દક્ષિણી દિલ્હીમાં સુખદેવ વિહાર, આશ્રમ, સરિતા વિહાર સહીત ઘણા વિસ્તાર પ્રભાવિત થયા છે.

મંત્રી આતિશીએ કહ્યું કે, હાલમાં દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીની વીજ કંપનીઓ સાથે આ મુદ્દે વાત કરી રહી છે. તેના તાત્કાલિક સમાધાન માટે દિલ્હીના અન્ય પાવર સ્ત્રોત (જેમ કે, એન-1)સાથે લિંક કરવામાં આવી રહી છે. આતિશીએ તેને ખૂબ જ ગંભીર મુદ્દો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, હું આજે જ કેન્દ્ર સરકારના નવા વીજ મંત્રી બનેલા મનોહર લાલ જી પાસે સમય માંગીશ. દેશના તમામ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમને કેન્દ્ર સરકાર ચલાવે છે.પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, એનટીપીસ તેનો એક આખો નેશનલ પાવર ગ્રીડ છે.

આતિશીએ કહ્યું કે, તમે બધા જાણો છો કે, દિલ્હીમાં ખૂબ જ સીમિત સ્તર પર પાવર પ્રોડક્શન થાય છે. દિલ્હીની મોટા ભાગની વીજળી બહારના રાજ્યોમાંથી આવે છે. તે એનટીસીપી હેઠળ આવે છે. ત્યારબાદ ત્રણ વીજ કંપનીઓ દ્વારા દેશમાં તેનું વિતરણ થાય છે. દિલ્હી સરકારની જવાબદારી માત્ર રાષ્ટ્રીય રાજધાનીમાં રહેલ ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમને મજબૂત કરવાની છે.

આ સાથે જ આતિશીએ કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યુ છે. આ ખૂબ જ ચિંતાજનક વાત છે કે, હાલના સમયમાં દેશનો પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેલ થઈ ગયો છે. હું આ મામલે વીજ મંત્રી અને પીજીસીઆઈએલના ચેરમેન પાસે મુલાકાત માટે સમય માગીશ. દિલ્હી દેશની રાજધાની છે. દેશની રાજધાનીમાં આ પ્રકારના ફેલિયર નેશનલ ગ્રીડ તરફથી થાય છે તો તેના ખૂબ જ ગંભીર પરિણામ આવશે. દિલ્હી સરકારે 24 કલાક આખુ અઠવાડિયું વીજળી આપવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular