ખોડલધામમાં શિશ ઝુકાવ્યા બાદ સી.આર.પાટીલની 110 કિલો ચાંદીથી રજતતુલા યોજાઈ, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

0
0

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે જુનાગઢની મુલાકાત બાદ જેતપુર પહોંચ્યા હતા. જેતપુરમાં ભાજપના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિર ખાતે તેઓ પહોંચ્યા હતા. અહીં ખોડિયાર માતાજી સમક્ષ શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. ખોડલધામ આવ્યા ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની મહામારી હોવા છતાં ખોડલધામમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કર્યા હતા. ખોડલધામ હું પહેલીવાર આવ્યો છું પણ મને એવું નથી લાગતું કે હું ખોડલધામ પહેલીવાર આવ્યો છું. માતાજીને પ્રાર્થના કરી છે કે, ભાજપના કાર્યકર્તાની અપેક્ષા પૂર્ણ કરે. બાદમાં સી.આર. પાટીલની ખોડલધામમાં 110 કિલો ચાંદીથી રજતુલા યોજાઈ હતી.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ હાજર રહ્યા
(ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ હાજર રહ્યા)

 

પાટીલ અને ઝડફિયાની સુરક્ષામાં વધારો કરાયો

સી.આર. પાટીલ અને ગોરધન ઝડફિયાની સુરક્ષામાં વધારો કરાયો છે. રાજકોટમાં પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે. પ્રદેશ પ્રમુખના આગમન પહેલા રાજકોટ પોલીસનો મોટો કાફલો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે.

સી.આર. પાટીલની ચાંદીની રજતતુલા યોજાઈ
(સી.આર. પાટીલની ચાંદીની રજતતુલા યોજાઈ)

 

ગોંડલ બાદ રાજકોટ આવશે

ખોડલધામમાં દર્શન કર્યા બાદ સી.આર. પાટીલ ગોંડલ જવા રવાના થયા હતા. ગોંડલ બાદ રાજકોટમાં તેમનું આગમન થશે. રાજકોટમાં સાંજના સમયે ભાજપ દ્વારા સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર રહેશે. રાત્રિ રોકાણ રાજકોટમાં કરનાર છે અને કાલે આખો દિવસ રાજકોટમાં જ રહેશે અને ભાજપના કાર્યકરોને મળી આંતરિક જુથવાદનું મુલ્યાંકન કરશે. આવતીકાલે રાત્રે આઠ વાગ્યે તેઓ ચોટીલા જશે અને ત્યારબાદ અમદાવાદ અને સુરત જવા રવાના થશે.

નેતાઓ દો ગજ કી દૂરી ફરી ભૂલ્યા
(નેતાઓ દો ગજ કી દૂરી ફરી ભૂલ્યા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here