યશોરેશ્વરી મંદિરમાં પૂજા બાદ PM મોદીએ કહ્યું- ચૈત્ર નવરાત્રી આવે છે તેના પહેલા મા કાલી શક્તિપીઠમાં માથું નમાવ્યું

0
4

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસે છે. યાત્રાના બીજા દિવસે શનિવારે તેમણે યશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજા અર્ચના કરીને દિવસની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદી સવારે દર્શન માટે ઈશ્વરપુર ગામ ખાતે આવેલા યશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા હતા. આ મંદિર ભારત અને પાડોશી દેશોમાં સ્થિત 51 શક્તિપીઠો પૈકીનું એક છે.

ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ ગોપાલગંજ જિલ્લામાં આવેલા તુંગીપારા ખાતે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર્રહમાનની સમાધિની મુલાકાત લીધી હતી. આવું કરનારા તેઓ પ્રથમ ભારતીય નેતા છે. તેઓ આજે બંગબંધુ બાપૂ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે.

યશોરેશ્વરી મંદિરમાં પૂજા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચૈત્ર નવરાત્રી આવે છે તેના પહેલા મા કાલી શક્તિપીઠમાં માથું નમાવ્યું. તેમના આશીર્વાદનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માને કોરોના સંકટમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરી. સમગ્ર માનવજાતિ માટે પ્રાર્થના કરી. મારો પ્રયત્ન રહે છે કે, તક મળે તો 51 શક્તિપીઠોમાં માથું ટેકવું. અહીં એક કોમ્યુનિટી હોલની જરૂર છે. હોનારત વખતે તે બધા માટે શેલ્ટર બનશે અને બાકી પૂજા-પાઠ માટે ઉપયોગ થશે.

PM મોદીનો આજનો કાર્યક્રમ

10:05 am- યશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજા અર્ચના

11:30થી 11:50 am- બંગબંધુની સમાધિ પર માળા અર્પણ

12:20થી 13:00 pm- ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના મંદિરના દર્શન

16:00થી 17:50 pm- બાંગ્લાદેશના વડાપ્રધાનની મુલાકાત, અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષરની આશા

18:10થી 18:40 pm- બાંગ્લાદેશના રાષ્ટ્રપિતાની મુલાકાત

19:10 pm- દિલ્હી પરત આવવા રવાના થશે વડાપ્રધાન મોદી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here