Home મહેસાણા કોરોના નો કહેર : મહેસાણા : વધુ 26 પોઝિટિવ કેસો આવ્યા સામે,...

કોરોના નો કહેર : મહેસાણા : વધુ 26 પોઝિટિવ કેસો આવ્યા સામે, કુલ આંક 496 પર.

0
2

મહેસાણા જિલ્લામાં કોરોનાકાળમાં શનિવારે સૌથી વધુ 26 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં મહેસાણા શહેરમાં સતત બીજા દિવસે 16 કેસ નોંધાયા છે. તો કડીમાં 6, વિસનગરમાં 2 તેમજ ખેરાલુ અને બહુચરાજીમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે તમામ દર્દીઓને આઇસોલેટ કરી તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂક્યા છે. સાથે ડોર ટુ ડોર સર્વે કામગીરીથી કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધવા પ્રયાસ હાથ ધરાયા છે.

છેલ્લા 10 દિવસમાં મહેસાણા શહેરમાં જ 125 પોઝિટિવ દર્દી નોંધાયા છે

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ પ્રતિદિન વધી રહ્યું છે અને સરકારી તંત્ર મિટિંગોમાં વ્યસ્ત છે. આ સંજોગોમાં શનિવારે જિલ્લામાં વધુ 26 પોઝિટિવ દર્દીઓ સાથે કુલ આંક 496 પર પહોંચી છે. શનિવારે 6 દર્દીઓને રજા અપાતાં અત્યાર સુધીમાં 281 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. મહેસાણા શહેરમાં આવેલા 16 કેસમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે. કડી શહેરમાં એક મહિલા સહિત 4 તેમજ રાજપુર અને નંદાસણમાં 1-1 મળી કુલ 6 પોઝિટિવ દર્દીઓ નોંધાતાં આરોગ્ય વિભાગે તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધી ક્વોરન્ટાઇન કરવા તજવીજ કરાઇ છે. જ્યારે વિસનગર શહેર અને તાલુકાના ગુંજાલા તેમજ ખેરાલુ અને બહુચરાજીમાં એક-એક પુરુષ દર્દી નોંધાયા છે.લ્લા 10 દિવસમાં મહેસાણા શહેરમાં જ 125 પોઝિટિવ દર્દી નોંધાયા છે, જેમાં 25 મોઢેરા રોડ અને 10 રાધનપુર રોડનો સમાવેશ થાફ છે. મહેસાણા શહેર અને ગ્રામ્યમાં કુલ 189 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જિલ્લામાં હજુ 274 સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ છે.

મહેસાણામાં એકસાથે 16 જગ્યાએ કન્ટેન્ટમેન્ટ

મહેસાણા શહેરનો એવો કોઇ વિસ્તાર નથી કે જ્યાં કન્ટેન્ટમેન્ટ ના હોય. મોઢેરા રોડથી માંડી શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે શનિવારે આરોગ્ય વિભાગે એકસાથે 16 સંક્રમિત જગ્યાઓને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકી હતી અને સંક્રમિતના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની યાદી તૈયાર કરી તમામને ક્વોરન્ટાઇન કરવા તજવીજ કરાઇ છે. જાણવા મળ્યા મુજબ 300થી વધુ વ્યક્તિઓ સંક્રમિતોના સંપર્કમાં આવ્યાનું અનુમાન છે.

કન્ટેન્ટમેન્ટમાં પોલીસ રોકાતાં ફોર્સ ઘટ્યો

જિલ્લામાં ફાળવેલા પોલીસબળની તુલનામાં સંખ્યા ઓછી છે. પોલીસ સ્ટેશનોમાં વિસ્તારની દ્રષ્ટિએ ઘટ છે.ત્યારે કોરોના દર્દીઓની વધતી સંખ્યા અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકાતાં પોલીસ બંદોબસ્તને લઇને પણ ખેંચ વધી છે. જોકે, એસપી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલનું કહેવું છે કે, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીને મૂકાતાં હોઇ હાલ કોઇ સમસ્યા નથી.

દેત્રોજના નાયબ મામલતદાર (સર્કલ)ને કોરોના પોઝિટિવ, કચેરી સીલ

દેત્રોજ :  દેત્રોજ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર (સર્કલ) કૌશિકભાઈ સોલંકીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં રિપોર્ટ અમદાવાદમાં કરાયો હતો. શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવતાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. કોરોનાની મહામારીમાં નાયબ મામલતદારનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કચેરીનું કામકાજ બંધ કરી સીલ કરી દેવાઇ છે.

Live Scores Powered by Cn24news