કરણ જોહરની ‘તખ્ત’નું ટીઝર આવ્યું સામે, જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ

0
24

કરણ જોહરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘તખ્ત’ ની પહેલી ઝલક સામે આવી છે. ટીઝરની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તેમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જ્હાનવી કપૂર અને અનિલ કપૂર છે.

ધર્મ પ્રોડક્શનએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં વચ્ચો-વચ્ચ એક તખ્ત રાખવામાં આવ્યું છે. તેના પર સૂર્યની વચ્ચે સિંહની આકૃતિ બનેલી છે.

તખ્તની આજુબાજુ મશાલ સળગી રહી છે અને બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે, ‘મોગલ બાદશાહ માટે તખ્તનો રસ્તો પોતાના લોકોના તાબૂતથી થઇને પસાર થઇ જાય થછે, જો આ રસ્તો પ્રેમથી પસાર થતો, તો ભારતનો ઇતિહાસ જુદો હોત.’

મલ્ટિસ્ટારર ફિલ્મ ‘તખ્ત’ 24 ડિસેમ્બર 2021 ના રોજ ક્રિસમસ પર રિલીઝ થશે. તેનું શૂટિંગ આ વર્ષે માર્ચથી શરૂ થશે.

કરણ જોહર ‘તખ્ત’નું દિગ્દર્શન કરી રહ્યો છે અને હિરુ યશ જોહર અને અપૂર્વ મહેતા સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here