બનાસકાંઠા : ડીસા માં માનવતાને શાર્મશાર કરતી ઘટના આવી સામે, અજાણ્યા લોકો દ્વારા અસ્થિર મગજની મહિલા સાથે કરાયું દુષ્કર્મ.

0
0
દુનિયામાં અવિરત ઘટનાઓ ઘટતી રહે છે પણ જયારે માનવતા નેવે મૂકી શર્મસાર ઘટનાઓને અંજામ આવે ત્યારે આવી ઘાયનાઓ પ્રતિ ફિટકાર વરસે છે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે માનવતાને શર્મ સાર કરતી ઘટના સામે આવી છે જેમાં કેટલાક અજાણ્યા સખશો દ્વારા અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવેલ હોવાનું બહાર આવ્યું છે.
બાઈટ : કે બી ખાંટ, પી.આઇ., ડીસા
ડીસાના ભોઈ વાસ માં રહેતી મહિલા ને હવસનો શિકાર બનાવી આ નારાધામોએ પીખી નાખી છે. એકાએક મહિલાને અશક્તી અને વારંવાર ઊલટીઓ થતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાની તપાસ દરમ્યાન મહિલાને 7 માસનો ગર્ભ પણ હોવાનું જણાઈ આવતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા અને મહિલાના બનેવી દ્વારા ડીસા પોલીસ ને જાણ કરી ફરિયાદ કરવામાં આવી છે.
બાઈટ : અશોકભાઈ, પીડિતા ના બનેવી
 

<

આ કિસ્સા ની જાણ થતાં ડીસા પોલીસ તેમજ પીઆઈ હરકતમાં આવી ગયેલ છે અને તાત્કાલિક આ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. આ અજાણ્યા સખશો કોણ છે જેમને આવી રીતે ઘટનાને અંજામ આપ્યો તેમજ આ આરોપીઓને તાત્કાલિક પકડી જેલ ભેગા કરવામાં આવે તેવી પરિવારજનો એ માંગ કરી છે. એક અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મ કરનાર બહાર ખુલ્લે આમ ફરી રહ્યા છે અને બીજી કોઈ મહિલા હવે આમનો શિકાર ન બને તે માટે તેમને પકડવા જરૂરી છે.
રિપોર્ટર : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here