જામનગર : CCTV : રતનબાઈ મસ્જીદ નજીક ધોળા દિવસે રૂપિયા ૪૫૦૦૦ તફડાવ્યાની ઘટના,

0
0

જામનગરમાં રતનબાઈની મસ્જિદ નજીકથી પસાર થઈ રહેલા સાઇકલ સવાર નવનીતભાઈ કાકુ નામના વૃદ્ધની નજર ચૂકવી બે ગઠિયાઓ રૂપિયા ૪૫૦૦૦ ની રોકડ રકમ ભરેલ થેલાની ચીલઝડપ કરી રફુચક્કર થઈ ગયેલ હતા આ બનાવની જાણ થતાં સીટી એ ડિવિઝન તથા LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને બનાવ CCTV માં કેદ થતાં તેની મદદથી નાસી છૂટેલા શખ્સોને  ઝડપી લેવા નાકાબંધી ગોઠવી તપાસ હાથ ધરી છે.

જામનગર રતનબાઈ મસ્જિદ પાસે લૂંટની ઘટના

વૃદ્ધની નજર ચૂકવી ૪૫૦૦૦ રોકડ રકમ લઈ ફરાર

CCTV

 

બનાવ સ્થળે પોલીસ કાફલો ઘટના સ્થળ પર

સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી.

 

નવનીતભાઈ કાકુ નામના વૃદ્ધ બેન્ક માથી પેઢીના રૂપિયા ઉપાડી જતાં હોય તે દરમ્યાન ચીલઝડપનો આ બનાવ બનેલ છે, તેઓ બર્ધન ચોકમાં આવેલ સાબુની દુકાનમાં કામ કરતાં હોવાનું જાણવા મળેલ છે.

 

ધોળા દિવસે ચીલઝડપ નો બનાવ બનતા પોલીસ દવારા તપાસના ચક્રો ગતિમાન કરાય છે.

 

 

રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here